ઉત્તર પ્રદેશના શ્રમજીવી પરિવારમાં બાળકના મૃત્યુથી કરુણ કલ્પાંત
Rajkot,તા.19
રાજકોટ નજીક શાપર વેરાવળ પેટીયુ રળવા આવેલા મૂળ ઉત્તર પ્રદેશના શ્રમજીવી પરિવાર નું ચાર વર્ષનું બાળક નું કારખાનામાં ઉપલા માળેથી પડી જતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશ અને હાલ શાપર વેરાવળ મામાદેવ મંદિર પાસે ગંગેશ્વર ગેટ નજીક કારખાનાની ઓરડી રહેતા મુજીબ ખાન પઠાણ નો ચાર વર્ષનો પુત્ર રુહાન ખાન ગઈકાલે સાંજે 7:30 ના સુમારે કારખાનાના ક્વાર્ટર ના ઉપલા માળેથી અકસ્માતે પડી જતા બેભાન હાલતમાં પ્રથમ સારવાર શાપર સિવિલ હોસ્પિટલમાં અપાવીને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈમરજન્સીમાં સારવાર દરમિયાન રૂહાન નું સારવાર દરમિયાન મોડી રાત્રે બે વાગ્યે મૃત્યુ નીપજતા પરિવાર માં આક્રંદ છવાઈ ગયું હતું પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે