Kodinar, તા.૧૯
કોડીનાર તાલુકામાં કે.ડી.બારડ સ્મારક ટ્રસ્ટ સંચાલીત માતૃશ્રી લીલુબેન ભગવાન બારડ બી.બી.એ. અને બી.સી.એ. કોલેજની એઆઈસીટીઈ ન્યુ.દિલ્હી દ્વારા અને જીટીયુ દ્વારા મંજુરી મળી ગયેલ છે. હવે પછી જીટીયુ દ્વારા મંજુર થયેલ બી.બી.એ. અને બી.સી.એ. કોલેજની ડીગ્રી જ ભરતીમાં માન્ય ગણાશે.
તેમજ કોડીનારમાં ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિ.,(બીએઓયુ)કેન્દ્રની મંજૂરી મળી જતા વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ માટે ઘેર બેઠા (એકસર્ટનલ)અભ્યાસક્રમની સગવડતા મળશે. તેમજ પરીક્ષા કેન્દ્ર પણ કોડીનારમાં જ રહેશે. આ યુનિ.માં બી.એ., બી.કોમ., એમ.કોમ, એમ.એ. (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર) વિષયોમાં કરી શકાશે. તેમજ ફેશન ડીઝાઈન અને ફુડ એન્ડ ન્યુટ્રીશ્યનનો ડીપ્લોમાં અભ્યાસ ક્રમ પણ કરી શકાશે. આમ ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકામાં એકી સાથે બે યુનિ.ઓની મંજુરી મળી જતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.