Diu, તા.૧૯
દીવમાં વાહનોની અવર જવર કરવા માટે બે બ્રિજ છે. જેમાં એક બ્રિજ ૩૫ વર્ષ જૂનો છે કારણે એસવીએનઆઈજે સુરતના પ્રોફેસર દ્વારા આ જૂના બ્રિજનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ. જેનો રિપોર્ટ આવતા દીવ કલેકટર રાહુલ દેવ બુરાએ તા.૧૯ જૂન ૨૦૨૫ ના આ બ્રિજને મોટા અને હેવી વાહનો માટે ટેમ્પરરી બંધ કરવાનો આદેશ આપેલ છે. માત્ર સેવન સીટરની અંદરના જ વાહનો માટે આ બ્રિજ વપરાશમાં રહેશે. હવે નવા બ્રિજ ઉપર વાહનોની અવર જવર વધશે જે માટે પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહેશે.