Ahmedabad,તા.20
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.15/06/2025ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં 2,37,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા.
હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી, ઉમેદવારો જોઇ શકે તે માટે તા.16/06/2025ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.
લેખિત પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટhttps://gprb.gujarat.gov.ins’p https://lrdgujarat2021.in ઉપર આજરોજ કલાક: 16.00 વાગ્યાથી જાહેર કરવામાં આવશે.
ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા / રજુઆત હોય તો તા.20/06/2025ના કલાક 16/00 વાગેથી તા.23/06/2025 ના કલાક 23.59 વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે.
ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.તેમ સરકારી વિભાગે જાહેર કર્યુ છે.