Junagadh તા.૧૬
જૂનાગઢના ટીંબાવાડી બાયપાસ પાસે એક ૪૯ વર્ષીય આધેડને માથાના ભાગે ઈજા થતા મોત નિપજયાનો બનાવ સી ડીવીઝન પોલીસ મથકે નોંધાયો છે.
પોલીસ માંથી પ્રાપ્ત વિગતો અનુસાર, સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ નરસિંહભાઈ વાઘેલાએ જાહેર કરેલ કે, શહેરના ટીંબાવાડી બાયપાસ નજીક શ્રીનગર સોસાયટી સામે તેમના પિતા નરસિંહભાઈ વાઘેલા (ઉ.વ.૪૯)ને માથાના ભાગે કોઈપણ કારણોસર ઈજા થતા મોત નિપજયુ છે. પોલીસમાં આ બનાવ જાહેર થતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

