Junagadh તા. ૧૬ :
વિસાવદર માંથી એક સગીરાનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ વિસાવદર પોલીસ મથકે નોંધાતા પોલીસે સગીરાની ભાળ મેળવવા તથા અપહરણકર્તા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
વિસાવદર પોલીસ સ્ટેશનમાં એક સગીરાના પિતાએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીની સગીર વયની દિકરીને કોઈ અજાણ્યો શખ્સ બદકામ કરવાના ઈરાદે, લગ્ન કરવાની લાલચ આપી, લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયેલ છે. સગીરાના પિતાની ફરિયાદના આધારે વિસાવદર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

