Washington,તા.20
વિશ્વમાં ખૂબજ ચિંતા જગાવતા અને ઘાતક ગણાતા એઈડસના સંક્રમણ સામે સુરક્ષા આપતા ખાસ ઈન્જેકશનને મંજુરી આપી છે. એચ.આઈ.વી. એઈડસ એક ખતરનાક વાયરા છે અને તે સામાન્ય રીતે જાતીય સંસર્ગથી ફેલાય છે પણ હવે આ વાયરાને રોકવામાં એક સફળતા મળી છે.
અમેરિકી ફુડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટી જે એફ.ડી.એ. તરીકે ઓળખાય છે તેવા લેનાકેપાવીર ઈન્જેકશનને એક પ્રો- એકસપોઝર- પ્રોફિલેકસીસ એટલે કે કોઈ વાયરલ એકટીવ થાય તે પુર્વે જ તેની સામે સુરક્ષા આપે અને તે વાયરસની કોઈ ઘાતક અસર થાય તે પુર્વે જ તેનો નાશ કરે તે પ્રકારે કામ કરશે. જેઓને આ પ્રકારની બિમારીની શકયતા હોય તેણે બચાવ માટે છ માસના અંતરમાં બે ઈન્જેકશન લેવા પડશે.
જો કે આ ઈલાજ નથી પણ રક્ષણ છે. જેમ કોરોના સમયે સૌએ વેકસીનના બે-ત્રણ ડોઝ લીધા હતા અને કોરોના વાયરસને સામે રોગપ્રતિકારક શક્તિ મેળવી હતી તે જ પ્રકારે આ એચઆઈવી સામે આ પ્રતિકારક શક્તિ ઉભી કરશે પણ જો કોઈને અગાઉથી જ સંક્રમણ થયું હોય તો તેને આ સુરક્ષા મળશે નહી.
20 વર્ષથી આ ઈન્જેકશન પર કામ ચાલતુ હતુ. આ ઈન્જેકશનમાં પુરુષોને 100% અને મહિલાઓમાં 99% સફળતા મળી છે. ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીનમાં જણાવાયા મુજબ લેનાકેપાવિર એક એ વાયરસના બહારના ભાગને કમજોર નબળુ પાડે છે.
જેથી તેનો પ્રસાર-ચેપ- આગળ વધતો નથી. ચામડીમાં આ ઈન્જેકશન અપાય છે જેથી તે ધીમે ધીમે રીલીઝ થાય છે અને છ માસના અંતરે બે ઈન્જેકશન લેવાના હોય છે પછી નેગેટીવ ટેસ્ટ કરાવવો જરૂરી છે. આમ એચઆઈવી જયાં વાયરસ બન્યો છે તે આફ્રિકન દેશો માટે તે મહત્વનું બની જશે.