Jamnagar તા ૨૦
, જામનગરમાં ૪૯, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન માટે ખાડો કરવામાં આવ્યો હતો, અને રોડ તોડાયો હતો. ત્યારબાદ સામાન્ય માટી નાખી દઇ ખાડો પૂરી દેતાં ત્યાંથી પસાર થઈ રહેલું રેતી ભરેલુ એક ડમ્પર ખાડામાં ખુંપી ગયું હતું, જેના કારણે રોડ બ્લોક થયો હતો અને ટ્રાફિક જામ થયો હતો.
ડમ્પર ખાડામાં ખૂપી ગયા બાદ પીજીવીસીએલના એક થાંભલા ને અડી ને લટકી રહ્યું હતું, જેના કારણે ડમ્પર બાજુમાં જ આવેલા મકાન પર પડ્યું ન હતું, અને નુકસાની થતી અટકી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ સ્થળે ફાયર બ્રિગેડ નું પાણી ભરેલું ટેન્કર આ ખાડામાં ખૂપી ગયું હતું, અને ત્યારે પણ ટ્રાફિક જામ થયો હતો. પરંતુ આટલા દિવસો દરમિયાન મહાનગરપાલિકાની ટીમે કોઈ દરકાર લીધી નથી, અને ખાલી માટીના ઢગલા નાખી દેવાનો પ્રયાસ કર્યો હતો, તેથી ફરીથી આજે તેમાં ડમ્પર ખૂપી ગયું છે, અને તંત્રને દોડધામ થઈ છે.