Atlanta,તા.21
ફિફા કલબ વર્લ્ડ કપમાં આર્જેન્ટીનાના સ્ટાર સ્ટ્રાઈકર લાયોનેલ મેસીએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મેસી ફિફા ટુર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ ફટકારનારો ખેલાડી બની ગયો છે.
તેણે તેની 20 વર્ષની કારકિર્દીમાં 10 ફિફા ટુર્નામેન્ટ (અંડર-20 વર્લ્ડ કપ, વર્લ્ડ કપ અને કલબ વર્લ્ડ કપ)માં 25 ગોલ ફટકાર્યા છે. કલબ વર્લ્ડ કપમાં ગ્રુપ-એની મેચમાં ઈન્ટર માયામીએ ફ્રિ કીકથી મેસીના ગોલને સહારે 2-1થી પોર્ટુગલની કલબ પોર્ટોને હરાવી હતી.
આ એડિશનમાં ઇન્ટર મિયામીની આ પહેલી જીત છે.
ફિફા ટુર્નામેન્ટમાં મેસ્સી :-
વર્લ્ડ કપમાં 13 ગોલ
06 ગોલ્સ ક્લબ વર્લ્ડ કપ
અંડર-20 વર્લ્ડ કપમાં 06 ગોલ
યુરોપિયન ટીમને આશ્ચર્યચકિત કરનારી પ્રથમ ક્લબ :-
આ જીત સાથે મેજર લીગ સોકર (એમએલએસ) કલબ ઈન્ટર માયામીએ ઈતિહાસ રચી દીધો. ઈન્ટર મિયામી એમએલએસની પહેલી એવી ક્લબ બની ગઈ છે જેણે યુરોપિયન ટીમને હરાવી હોય. આ જીત બાદ ઇન્ટર મિયામી ચાર પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. પાલ્મેઇરાસે ગ્રુપ એની અન્ય મેચમાં અલ આહલીને 2-0થી હરાવી ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
ફ્રી કીક પર 68મો ગોલ કર્યો :-
જોકે પોર્ટને આઠમી મિનિટે જ સામું ઓમોરોડિયને પેનલ્ટીને ગોલમાં ફેરવતાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી. બીજા હાફમાં ટેલિસ્કોએ 47મી મિનિટે ઈન્ટર માયામીને 1-1થી બરોબરી અપાવી હતી. આ પછી મેસીએ 54મી મિનિટે ફ્રિ કીક પર મેચ વિનિંગ ગોલ ફટકાર્યો. તેણે ફ્રી કીક પર 68મો ગોલ કર્યો હતો. મેસી ફ્રિ કીક પર સૌથી વધુ ગોલ ફટકારનારો ત્રીજો ખેલાડી છે.
રોનાલ્ડોને પાછળ છોડવાની તક :-
મેસીએ કલબ વર્લ્ડ કપમાં છઠ્ઠો ગોલ ફટકારતાં ગેરેથ બેલ (6 ગોલ) અને કરીમ બેન્ઝેમા (6 ગોલ)ની બરોબરી કરી લીધી હતી. વૈધાનિક ગોલ કરવાની બાબતમાં ત્રણેય સંયુક્ત રીતે બીજા ક્રમે છે. હવે મેસી પાસે ક્લબ વર્લ્ડ કપમાં 7 ગોલ ફટકારનારા ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને પાછળ છોડવાની તક છે.
બોટાફોગોએ યુરોપિયન ચેમ્પિયન પીએસજીને સ્તબ્ધ કરી દીધું :-
બ્રાઝિલની કલબ બોટાફોગોએ ગ્રુપ-બીના મુકાબલામાં યુરોપીયન ચેમ્પિયન પેરિસ સેંટ જર્માઈન (પીએસજી)ને 1-0થી પરાસ્ત કરી હતી. આ ટૂર્નામેન્ટની આ આવૃત્તિનો સૌથી મોટો ફેરફાર હતો. આ મેચમાં એકમાત્ર ગોલ 24 વર્ષીય સ્ટ્રાઈકર ઈગોર જીસસે 36મી મિનિટે ગોલ ફટકાર્યો હતો.