Morbi,તા.21
સામાકાંઠે બૌદ્ધનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૨,૩૦૦ જપ્ત કરી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે બૌદ્ધનગર ફિલ્ટર હાઉસ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા રમેશ બીજલ મકવાણા, રમેશ કરશન ચૌહાણ, અફજલ ઉર્ફે જલો અકબર સમા, કુવરજી ઉર્ફે મુન્નો હીરાભાઈ વઘોરા અને જયેશ સંદીદાન ઈશરાણી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૩૦૦ જપ્ત કરી છે
મોરબીના ભડિયાદ કાંટે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબીના ભડિયાદ કાંટે જવાહર સ્કૂલ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને બી ડીવીઝન પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે ભડિયાદ કાંટે રેડ કરી હતી જ્યાં જવાહર સ્કૂલ [પાસે જાહેરમાં જુગાર રમતા ખીમજીભાઈ ગોવિંદભાઈ ચૌહાણ, હરિભાઈ કલાભાઈ મકવાણા, કાદર કાસમ પઠાણ, ચંદુ પોપટ શિહોરીયા અને રાજેશ મનુભાઈ મુછ્ડીયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૩,૧૦૦ જપ્ત કરી છે