Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ટ્રેડ ડિલની આશા વચ્ચે ભારતીય બજારમાં તેજીનો માહોલ યથાવત્…!!

    November 12, 2025

    Kohli-Rohit ટીમ ઈન્ડિયામાં રમતા રહેવું હોય તો તેમારે ઘરેલુ ટુર્નામેન્ટમાં નિયમિતપણે રમવું પડશે:BCCI

    November 12, 2025

    Delhi Blastને લઈને ગંભીર થયો ઈમોશનલ, ધવન અને કુંબલે સહિતના ક્રિકેટરે દુઃખ વ્યક્ત કર્યું

    November 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ટ્રેડ ડિલની આશા વચ્ચે ભારતીય બજારમાં તેજીનો માહોલ યથાવત્…!!
    • Kohli-Rohit ટીમ ઈન્ડિયામાં રમતા રહેવું હોય તો તેમારે ઘરેલુ ટુર્નામેન્ટમાં નિયમિતપણે રમવું પડશે:BCCI
    • Delhi Blastને લઈને ગંભીર થયો ઈમોશનલ, ધવન અને કુંબલે સહિતના ક્રિકેટરે દુઃખ વ્યક્ત કર્યું
    • Pakistan માં ક્રિકેટર નસીમ શાહના ઘર પર અંધાધૂંધ ગોળીબાર, પાંચ આરોપીની ધરપકડ
    • 10 મહિનામાં બીજા લગ્ન કરનાર Cricketer Rashid Khan કહ્યું – એમાં છુપાવવાનું શું છે
    • ‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી
    • શરીફનાં દાવાનું સુરસુરીયું : આત્મઘાતી હુમલાની જવાબદારી લેતું પાક Taliban
    • તા.19ના CM Rajkot માં; 550 કરોડના વિકાસ કામોની ભેટ આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 12
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot બન્યું યોગમય, જુદા જુદા ૦૫(પાંચ) સ્થળોએ યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો
    રાજકોટ

    Rajkot બન્યું યોગમય, જુદા જુદા ૦૫(પાંચ) સ્થળોએ યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

    Vikram RavalBy Vikram RavalJune 21, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઐતિહાસિક સ્થળ મહાત્મા ગાંધી મ્યુઝિયમ દિવ્યાંગજન તથા ખાસ કેટેગરીના લોકો દ્વારા અને  જીજાબાઈ મહિલા સ્નાનાગાર ખાતે મહિલાઓ દ્વારા એકવા યોગા કરવામાં આવ્યા. 

    આજે યોગે સમગ્ર વિશ્વને એક સાથે જોડ્યું છે: માન. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી 

    આજે ગુજરાતમાં ૧.૫ કરોડ લોકો યોગમાં જોડાયા છે: માન. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ  

    યોગ એ એક દિવસ કરવા માટે નથી પરંતુ આપણા જીવનશૈલીમાં કાયમી અપનાવી તંદુરસ્ત અને નિરોગી જીવન જીવવાનો પાયો છે.: મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા 

    Rajkot,તા.21

    “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”એ વર્ષ ૨૦૧૫થી દર વર્ષે ૨૧ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ ૨૦૧૫થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. યોગ એક શારીરિક,માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે, જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં ૨૧ જૂનની તારીખ સૂચવી હતી,કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનું વિશેષ મહત્વ છે. 

    વિશાખાપટ્ટનમથી આ કાર્યક્રમમાં જોડાયેલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવેલ કે, આજે ૨૧ જુને સમગ્ર વિશ્વ યોગ દિન ઉજવી રહ્યું છે તે અભિનંદનને પાત્ર છે. યોગે સમગ્ર વિશ્વને એક સાથે જોડ્યું છે. આ એકતા સામાન્ય ન ગણાય, આ માનવતાની એકતા છે. આજની યુવા પેઢી તેમજ દિવ્યાંગ જનોએ પણ યોગ અપનાવેલ છે. નાનામાં નાના ગામના નાગરિક કે સેનાના જવાનો સુધીના સૌ કહી રહ્યા છેકે યોગ એ બધા માટે છે.

    વડાપ્રધાન શ્રી એ વધુંમાં જાણવું હતું કે, આજે વિશ્વમાં અનેક લોકો સ્થૂળતાથી પીડાઈ છે, યોગ કરવાથી તેઓને ફાયદો થશે. ખાવામાં તેલનો ઉપયોગ ઓછો કરવાથી પણ ફાયદો થશે.  

    માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગીક ઉદબોધનમાં જણાવેલ કે, ભારતના પ્રધાનમંત્રી શ્રીનારેન્દ્ર્ભાઈ મોદીએ યુનોમાં યોગ અંગે પ્રસ્તાવ મુક્યા બાદ સમગ્ર વિશ્વએ ૨૧મી જુનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું જે ભારત માટે ગૌરવની વાત છે. ભારતના પ્રાચીનકાળના યોગ આજે મોડર્ન વિશ્વને સશક્ત બનાવી રહ્યું છે. આજે ગુજરાતમાં ૧.૫ કરોડથી વધુ લોકો યોગમાં જોડાયા છે. પ્રધાનમંત્રીશ્રીએ “મન કી બાત”માં મેદસ્વિતા વિશે લોકોને સજાગ કરી રહ્યા છે. આ શારીરિક સમસ્યા સામે યોગ ઈલાજરૂપ બને છે. પ્રધાનમંત્રીશ્રી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને યોગ સૌ કોઈ અપનાવે તેવો અનુરોધ કર્યો છે અને ત્યારે આપને સૌ પણ તેમાં જોડાઈએ.

    યોગનો અર્થ થાય છે (બ્રહ્માંડ સાથેનું) જોડાણ. યોગ એ વ્યક્તિ જેનો એક ભાગ છે તેને બ્રહ્માંડ સાથે સભાનતાપૂર્વક ‘વ્યક્તિગત સ્વ‘ને (જીવંત અસ્તિત્વ)ને જોડવાની રીત સૂચવે છે.યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની એક અમૂલ્ય ભેટ છે. તે મન અને શરીર,વિચાર અને ક્રિયા,સંયમ અને પરિપૂર્ણતા,મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સુમેળ,સ્વાસ્થ્ય અને સુખાકારી માટે સંપૂર્ણ અભિગમની એકતાને મૂર્તિમંત કરે છે. તે ફક્ત કસરત વિશે નથી,પરંતુ તમારી જાત સાથે,વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાની છે. આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવીને અને ચેતનાનું સર્જન કરીને તે સુખાકારીમાં મદદરૂપ થઈ શકે છે. 

            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧-મી જૂન “૧૧ મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અંતર્ગત શહેરમાં જુદા જુદા પાંચ સ્થળોએ શહેરીજનો માટે યોગાભ્યાસ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પાંચ સ્થળ ઉપરાંત શહેરના વિવિધ બગીચાઓ, સરકારી અને ખાનગી શાળા – કોલેજો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, વિવિધ સરકારી કચેરીઓ, રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ઓફિસ ખાતે આશરે ૧ લાખ જેટલા નાગરિકો યોગમાં જોડાયા હતા.

    (૧) શ્રી માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ સંકુલ, રેસકોર્ષ, રાજકોટ:- 

            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ ઝોનના ૬ વોર્ડના નાગરિકો માટે યોગાભ્યાસ માટે શ્રી માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્ષ સંકુલ, રેસકોર્ષ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ સંસ્થા દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોગાભ્યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઇ ઠાકર દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન શહેર ભાજપ પ્રમુખશ્રી ડૉ. માધવભાઈ દવે દ્વારા કરવામાં આવેલ. 

            આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વાઈસ ચેરમેન પ્રવિણભાઈ નિમાવત, આર.સી.એમ.શ્રી મહેશ જાની, સનદી અધિકારીશ્રી કાંબલે વૃશાલી, કોર્પોરેટરશ્રીઓ કુસુમબેન ટેકવાણી, અલ્પાબેન દવે, નિલેશભાઈ જલુ, વિનુભાઈ ઘવા, શિક્ષણ સમિતિ સભ્યશ્રી હિતેશભાઈ રાવલ, વોર્ડ સંગઠનના હોદેદારશ્રીઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી એચ.આર. પટેલ, સિટી એન્જીશ્રીઓ શ્રી પી.ડી.અઢીયા, શ્રી અતુલ રાવલ, સહાયક કમિશનરશ્રી બી.એલ. કાથરોટીયા, શ્રી એન.કે. રામાનુજ, ડેપ્યુટી સેક્રેટરીશ્રી ધવલ જેસડીયા, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ શિક્ષકો તથા અંદાજીત ૫૦૦૦ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.

    (૨) આર.એમ.સી. નાના મૌવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ:- 

            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોનના ૬ વોર્ડના નાગરિકો માટે યોગાભ્યાસ માટે આર.એમ.સી. નાના મૌવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, નાના મૌવા મેઈન રોડ,રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં પતંજલી સંસ્થા દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોગાભ્યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન શાસક પક્ષ દંડકશ્રી મનીષભાઈ રાડીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત પતંજલિ યોગ સંસ્થાના પ્રતિનિધિશ્રી દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા દ્વારા કરવામાં આવેલ. 

            આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ અને મંત્રીશ્રી ભરતભાઈ શીંગાળા, કોર્પોરેટરશ્રીઓ અશ્વિનભાઈ પાંભર, બીપીનભાઈ બેરા, ડૉ.દર્શનાબેન પંડ્યા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, દુર્ગાબા જાડેજા, અલ્પેશભાઈ મોરજરીયા, જીતુભાઈ કાટોડીયા, રણજીતભાઈ સાગઠીયા, શિક્ષણ સમિતિ સભ્યશ્રી મનસુખભાઈ વેકરીયા, વોર્ડ સંગઠનના હોદેદારશ્રીઓ તેમજ મનપાના અધિકારીઓ સર્વેશ્રી નાયબ મ્યુનિસિપલ શ્રી ચેતન નંદાણી, સિટી એન્જી.શ્રી કુંતેશ મહેતા, સહાયક કમિશનરશ્રી દિપેન ડોડીયા, મેનેજર અને પી.એસ.ટુ મેયરશ્રી વિપુલ ઘોણીયા, પતંજલી સંસ્થાના યોગ શિક્ષકો તથા અંદાજીત ૨૦૦૦ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ અશ્વિનભાઈ પાંભર વાળા દ્વારા કરવામાં આવેલ.

    (૩) શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા, સંત કબીર રોડ, રાજકોટ 

            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇસ્ટ ઝોનના ૬ વોર્ડના નાગરિકો માટે યોગાભ્યાસ માટે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ શાળા, સંત કબીર રોડ, રાજકોટખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોગાભ્યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન દિલીપભાઈ લુણાગરીયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નયનાબેન પેઢડીયા દ્વારા કરવામાં આવેલ. 

            આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા કોર્પોરેટરશ્રીઓ કંકુબેન ઉઘરેજા, દિલીપભાઈ લુણાગરિયા, ભાવેશભાઈ દેથરીયા, પરેશભાઈ આર. પીપળીયા, નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિધ્ધપુરા, દક્ષાબેન વાઘેલા, શિક્ષણ સમિતિ સભ્ય વિરમભાઇ સાંબડ, વોર્ડ સંગઠનના હોદેદારશ્રીઓ, મનપાના અધિકારીઓ સર્વશ્રી નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી મનીષ ગુરવાની, સિટી એન્જી.શ્રી મનોજ શ્રીવાસ્તવ, સહાયક કમિશનરશ્રી સમીર ધડુક, ઝૂ સુપ્રીન્ટેન્ડેન્ટશ્રી ડૉ. હિરપરા, બ્રહ્માકુમારી સંસ્થાના યોગ શિક્ષકો તથા અંદાજીત ૧૦૦૦ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતાં. કાર્યક્રમના અંતે આભારવિધિ પરેશભાઈ આર. પીપળીયા વાળા દ્વારા કરવામાં આવેલ.

    (૪) શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડ, રાજકોટ

            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓ દ્વારા એકવા યોગા માટે શ્રી જીજાબાઈ મહિલા સ્નાનાગાર, સાધુ વાસવાણી રોડ, રાજકોટખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.જેમાં રાજકોટ મહાનગરપાલિકા તથા યોગ કોચ દ્વારા ઉપસ્થિત બહેનોને સ્નાનાગારમાં યોગાભ્યાસ કરાવવામાં આવેલ. પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાબેન દેસાઈ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ.

    આ કાર્યક્રમમાં શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, કમિટી ચેરમેનશ્રી રસીલાબેન સાકરીયા, સોનલબેન સેલારા, સ્ટેન્ડિંગ કમિટી સભ્યશ્રી જ્યોત્સનાબેન ટીલાળા, શ્રી ભારતીબેન પરસાણા, દક્ષાબેન વસાણી, મંજુબેન કુગસીયા, વર્ષાબેન રાણપરા, મનપાના અધિકારીઓ, રાજકોટ મહાનગરપાલિકા તથા યોગ કોચ તથા અંદાજીત ૫૮ મહિલાઓ દ્વારા પાણીમાં યોગાભ્યાસમાં જોડાયા હતાં.

    (૫) મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ચોક પાસે, જવાહર રોડ, રાજકોટ 

            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવ્યાંગજન તથા ખાસ કેટેગરીના લોકો માટે મહાત્મા ગાંધી મ્યુઝિયમ, જ્યુબિલી ચોક પાસે, જવાહર રોડ, રાજકોટખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઉપસ્થિત દિવ્યાંગજન તથા ખાસ કેટેગરીના લોકો માટે યોગાભ્યાસ કરાવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પ્રવચન ડૉ.નેહલભાઈ શુક્લ દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન વિક્રમભાઈ પૂજારા દ્વારા કરવામાં આવેલ. 

             આ કાર્યક્રમમાં શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પૂજારા, સ્ટે.કમિટી સભ્ય ડૉ.નેહલભાઈ શુક્લ, શહેર ભાજપ ઉપપ્રમુખ તથા પ્રયાસ ફાઉન્ડેશન સંસ્થાપક પૂજાબેન પટેલ, આરોગ્ય અધિકારી ડૉ.જે.એલ. વંકાણી, RCHO ડૉ.એલ. ટી. વાંઝા, આસી.સેક્રેટરી એચ.જી. મોલિયા, ગાંધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ શિક્ષકો તથા અંદાજીત ૩૫૦ લોકો યોગાભ્યાસમાં જોડાયા હતાં.

            રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧-મી જૂન “૧૧ મા આંતરાષ્ટ્રીય યોગ દિવસ”ની ઉજવણી અંતર્ગતશહેરમાં જુદા જુદા પાંચ સ્થળોએ શહેરીજનો માટે આયોજિત યોગાભ્યાસ કાર્યક્રમમાં, યોગાભ્યાસની શરૂઆત પહેલા, માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રાસંગીક ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં સામુહિક રાષ્ટ્રગીત ગાયન કરવામાં આવેલ.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    તા.19ના CM Rajkot માં; 550 કરોડના વિકાસ કામોની ભેટ આપશે

    November 12, 2025
    રાજકોટ

    Rajkot: પૂર્વ પત્નીએ દુષ્કર્મની ખોટી અરજી કરતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં જ્યોતિ વાઘેલાનો ગળાફાંસો ખાઈ આપઘાત

    November 11, 2025
    રાજકોટ

    PM Janmanના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે: પુરસ્કાર એનાયત

    November 11, 2025
    રાજકોટ

    Rajkot-Porbandar વચ્ચે બે નવી ટ્રેનો દોડશે

    November 11, 2025
    રાજકોટ

    Rajkot: ડેંગ્યુ, કમળો અને ટાઇફોઇડના 11 કેસ, રોગચાળાના 1704 દર્દી નોંધાયા

    November 11, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ટ્રેડ ડિલની આશા વચ્ચે ભારતીય બજારમાં તેજીનો માહોલ યથાવત્…!!

    November 12, 2025

    Kohli-Rohit ટીમ ઈન્ડિયામાં રમતા રહેવું હોય તો તેમારે ઘરેલુ ટુર્નામેન્ટમાં નિયમિતપણે રમવું પડશે:BCCI

    November 12, 2025

    Delhi Blastને લઈને ગંભીર થયો ઈમોશનલ, ધવન અને કુંબલે સહિતના ક્રિકેટરે દુઃખ વ્યક્ત કર્યું

    November 12, 2025

    Pakistan માં ક્રિકેટર નસીમ શાહના ઘર પર અંધાધૂંધ ગોળીબાર, પાંચ આરોપીની ધરપકડ

    November 12, 2025

    10 મહિનામાં બીજા લગ્ન કરનાર Cricketer Rashid Khan કહ્યું – એમાં છુપાવવાનું શું છે

    November 12, 2025

    ‘જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે’, દિલ્હી બ્લાસ્ટના પીડિતોને મળ્યા બાદ બોલ્યા PM મોદી

    November 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ટ્રેડ ડિલની આશા વચ્ચે ભારતીય બજારમાં તેજીનો માહોલ યથાવત્…!!

    November 12, 2025

    Kohli-Rohit ટીમ ઈન્ડિયામાં રમતા રહેવું હોય તો તેમારે ઘરેલુ ટુર્નામેન્ટમાં નિયમિતપણે રમવું પડશે:BCCI

    November 12, 2025

    Delhi Blastને લઈને ગંભીર થયો ઈમોશનલ, ધવન અને કુંબલે સહિતના ક્રિકેટરે દુઃખ વ્યક્ત કર્યું

    November 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.