Morbi,તા.21
ટંકારા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં ત્રણ માસથી ફરાર આરોપીને ટંકારા પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસ ટીમે ગત તા. ૦૮ માર્ચના રોજ ટંકારાના રોહીશાળા નેકનામ રોડ પરથી આરોપી ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા, કુલદીપસિંહ પ્રવીણસિંહ ઝાલાને કાળા કલરની ક્રેટા કાર જીજે ૦૭ ડીજી ૨૧૯૨ વાળીમાં ગેરકાયદે ઈંગ્લીશ દારૂની ૩૧૮ બોટલ કીમત રૂ ૧,૨૪,૩૬૨ અને બીયરના ૪૮ ટીન કીમત રૂ ૫૫૬૨ તેમજ ૨ મોબાઈલ સહીત કુલ રૂ ૭,૩૯,૯૩૦ નો મુદામાલ કબજે લીધો હતો જે ગુનામાં સહ આરોપી તરીકે યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે અગાભી પીપળીયા તા. વાંકાનેર વાળાનં નામ ખુલ્યું હતું જે આરોપીની તપાસ કરતા યોગીરાજસિંહ જાડેજાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે