Mumbai,તા.23
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુધ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતા તેની અસરે ક્રુડ સહિતની ચીજોની સપ્લાય અસ્તવ્યસ્ત થવાના ભણકારોના પગલે ભારત સહિતન એશીયાના શેરબજારોમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. બીજી તરફ યુધ્ધમાં જે સામેલ છે તે ઈઝરાયેલના શેરબજારમાં જોરદાર રેકોર્ડબ્રેક તેજી થઈ હતી.
ઈઝરાયેલના શેરબજારમાં ઈન્ડેકસ પાંચ ટકા ઉછળ્યો હતો. ઈરાન સામેના યુધ્ધમાં ઈઝરાયેલને અમેરિકાની મદદ મળી જતા તેની અસરે માર્કેટ ઉછળ્યું હતું છતાં યુધ્ધમાં સીધી રીતે સામેલ હોવા છતા ઈઝરાયેલનું માર્કેટ ઉછળતા શેર બ્રોકરો તથા ઈન્વેસ્ટરો પણ મોઢામાં આંગળા નાખી ગયા હતા.
બીજી તરફ ભારત સહિતના એશીયાના દેશોમાં શેરબજાર મંદીમાં ધકેલાયું હતું. યુધ્ધની અસરથી ક્રુડ સહિતની સપ્લાય ખોરવાવાના ભયથી મંદી થઈ હતી. જાણીતા શેર બ્રોકરોના કહેવા પ્રમાણે યુધ્ધમાં વધુ કોઈ ગંભીર વળાંક આવવાની આશંકાથી વેચવાલીનો મારો હતો.
આવતા દિવસોમાં કેવું ચીત્ર સર્જાય છે તેના પર મીટ છે. વિદેશી નાણા સંસ્થાઓની વેચવાલીની પણ અસર હતી. ઈન્ફોસીસ, એકસીએલ ટેકનો. જેએસડબલ્યું સ્ટીલ, હિન્દ લીવર, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લારસન, મહેન્દ્ર, મારૂતી, એન્ટીપીસીસ, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક એવા શેરોમાં ગાબડા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 716 પોઈન્ટના ઘટાડાથી 81691 હતો. તે ઉંચામાં 81984 તથા નીચામાં 81476 હતો. નીફટી 214 પોઈન્ટ ઘટીના 24897 હતો. જે ઉંચામાં 24988 તથા નીચામાં 24824 હતો.