Visavadar,
પંજાબ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને કેરળની પાંચ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. ગુરુવારે (19 જૂન) શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. ચૂંટણી પંચે આજે મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વિસાવદરમાં આમ આદમી પાર્ટી જ્યારે કડી બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે.
વિસાવદરમાં સતત આગળ ચાલી રહેલા આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જીતનો પરચમ લહેરાવ્યો છે. 21 રાઉન્ડની મતગણતરીના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 17,554 મતથી ભવ્ય જીત મેળવી લીધી છે. આપને કુલ 75942 વોટ મળ્યા હતા, જ્યારે ભાજપને 58325 અને કોંગ્રેસને 5491 મળ્યા છે. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ મૂક્યો છે. તો બીજી તરફ કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે. ભાજપને 98,836 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 59,932 અને આપને 3,077 વોટ મળ્યા છે. કડી ભાજપની જીત જશ્ન મનાવવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ વિસાવદરમાં આપના ઉમેદવારોમાં ખુશી લહેર વ્યાપી જવા પામી છે.
કડી વિધાનસભા બેઠકના પરિણામ આવી ગયા છે. અહીં મત ગણતરી પૂર્ણ થઈ જતાં આખરી આંકડા સામે આવ્યા છે જેમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો 38,904 મતે વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મત મળ્યાના અહેવાલ છે. આ ઉપરાંત 1,692 મત NOTAમાં પડ્યા છે. આ માહિતી ચૂંટણી પંચે આપી હતી. જ્યારે વિસાવદરમાં 20મા રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીની લીડ 16594 થઈ ચૂકી છે. અહીંથી ગોપાલ ઈટાલિયા જીત નક્કી છે.
વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાનું ઝાડુ ફરી વળ્યું છે, જેમણે કુલ 68783 મત મેળવ્યા છે. આ સાથે ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીત લગભગ નક્કી છે. જ્યારે ભાજપને 18મા રાઉન્ડના અંત સુધીમાં 53781 વોટ જ મળ્યા છે. કડી વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા એકતરફી લીડ જાળવી રાખતા 37,424 થી વધુ મતોની જંગી સરસાઈથી આગળ છે.
વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે, ગોપાલ ઇટાલિયાની લીડમાં સતત વધારો થઇ રહ્યો છે. 17મા રાઉન્ડના અંતે વિસાવદરમાં આપ 14406 મતોથી આગળ છે. આપે 62151 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 47745 અને કોંગ્રેસને 4580 વોટ મળ્યા છે. વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે. 16મા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 13994 મતોની જંગી લીડ મેળવી લીધી છે. આપે 58514 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 45120 અને કોંગ્રેસને 4414 વોટ મળ્યા છે.
કડીમાં 15 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 34,597 મતથી આગળ ચાલી રહ્યા છે. કડીમાં આપને કારમી હારનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાઇ છે. કડીમાં આપની સ્થિતિ નબળી જોવા મળી રહી છે. વિસાદરમાં આપના ઉમેદવાર સતત આગળ ચાલી રહી છે. 12મા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 12000 મતોની જંગી લીડ મેળવી લીધી છે. આપે 50676 મત મેળવ્યા છે, જ્યારે ભાજપે 40042 અને કોંગ્રેસને 4133 વોટ મળ્યા છે. મત ગણતરી સ્થળ પર કાર્યકર્તાઓનો જમાવડો જામ્યો છે.
13માં રાઉન્ડ પછી વિસાવદરમાં આમ આદમી પાર્ટીના કુલ વોટ 47095 થઈ ગયા છે જ્યારે ભાજપના 37417 છે. એટલે કે ગોપાલ ઈટાલિયા 9 હજાર જેટલા વોટની લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યા છે જેના કારણે ભાજપમાં ચિંતા ઊભી થઇ છે. જ્યારે કડીમાં 12મા રાઉન્ડના અંતે ભાજપ 27478 વોટ સાથે જીત તરફ છે.કડી-વિસાવદરની પેટા ચૂંટણીની મતગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતાં કડીમાં આપના ઉમેદવાર જગદીશ ચાવડાએ હાર સ્વીકારી છે, જ્યારે ભાજપ 27478 વોટથી આગળ છે. તો બીજી તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા 7232થી આગળ છે. વિસાવદરમાં આપને 42450 વોટ મળ્યા છે, જ્યારે ભાજપને 35218 અને કોંગ્રેસને 3855 મળ્યા છે.
દસમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 15,790 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 4181 મતોથી આગળ ચાલે છે
વિસાવદરમાં આપને 34781, ભાજપને 30600 જ્યારે કોંગ્રેસને માત્ર 3458 વોટ મળ્યા છે. કડીમાં 10માં રાઉન્ડના અંતે ભાજપ 15,790 મતથી આગળ
વિસાવદરમાં 9 રાઉન્ડની ગણતરી પૂર્ણ થઇ છે, છેલ્લા રાઉન્ડમાં આપ લીડ મેળવવામાં સફળતા મેળવી છે.
નવમા રાઉન્ડના અંતે ભાજપને 28310 વોટ, કોંગ્રેસને 3157 વોટ જ્યારે આપને 30788 મળ્યા છે.
નવમા રાઉન્ડના અંતે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા 2478 મતથી આગળ ચાલી રહ્યા છે.
વિસાવદરમાં આઠમા રાઉન્ડના અંતે આપ માટે રાહતના સમાચાર મળ્યા છે, સતત આગળ ચાલી રહેલા ભાજપને માત આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ 702 મતોથીએ આગળ નીકળી ગયા છે.
સાતમા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 13194 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 985 મતોથી આગળ ચાલે છે
કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 29870, કોંગ્રેસ 16675 અને આપને 891 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 22235, ભાજપને 23220 જ્યારે કોંગ્રેસને 2104 વોટ મળ્યા છે.
વિસાવદર-કડીમાં પેટા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. 6 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે.
છઠ્ઠા રાઉન્ડની મતગણતરીના અંતે કડીમાં ભાજપ 12,000 મતોથી આગળ છે, જ્યારે વિસાવદરમાં આપ 462 મતોથી આગળ ચાલે છે
કડીમાં છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપે 26005, કોંગ્રેસ 14047 અને આપને 795 મત મળ્યા છે, જ્યારે વિસાવદરમાં આપને 19053, ભાજપને 19515 જ્યારે કોંગ્રેસને માત્ર 1800 વોટ મળ્યા છે.
વિસાવદરમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપ 980 મતોથી આગળ, જ્યારે કડીમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપે મજબૂત લીડ મેળવી છે.
વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે ભાજપને 168881 વોટ મળ્યા, કડીમાં પાંચમા રાઉન્ડના અંતે રાજેન્દ્ર ચાવડા 10,447 વોટથી આગળ છે. વિસાવદરમાં પાંચમા રાઉન્ડમાં પાંચમા રાઉન્ડના અંતે આપના ગોપાલ ઇટાલિયાને 15901 વોટ મળ્યા
કડીમાં ચોથા રાઉન્ડ બાદ પણ ભાજપને સતત લીડ, રાજેન્દ્ર ચાવડા 6811 વોટથી આગળ રહ્યા. જ્યારે વિસાવદરમાં પણ ભાજપે ચોથા રાઉન્ડમાં લીડ જાળવી રાખી.વિસાવદરમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપને રાહત સમાચાર મળ્યા છે.
વિસાવદરમાં ત્રીજા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ 150 મતથી ગોપાલ ઇટાલિયાને માત આપી આગળ નીકળી ગયા છે.
ત્રીજા રાઉન્ડમાં આપના ગોપાલ ઇટાલિયાન 150 મત પાછળ છે. જ્યારે કડીમાં ત્રીજા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા 5752 વોટથી આગળ છે.
બીજા રાઉન્ડના અંતે વિસાવદરમાં ગોપાલ ઈટાલિયને 7719 વોટ સાથે લીડ
જ્યારે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર ચાવડા 8232 વોટ સાથે બીજા રાઉન્ડમાં આગળ, કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા કરતા બમણી લીડ
પ્રથમ રાઉન્ડના અંતે કડીમાં ભાજપના રાજેન્દ્ર કુમાર 4233 વોટથી આગળ, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડા 2691 વોટ સાથે બીજા ક્રમે. જ્યારે વિસાવદરમાં પ્રથમ રાઉન્ડના અંતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 4042 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપના કિરીટ પટેલ 3097 વોટ સાથે બીજા ક્રમે છે. આ આંકડા ચૂંટણીપંચે જાહેર કર્યા હતા.
ગુજરાતની કડી વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મત ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌ પ્રથમ, પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 જૂને ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં અનુક્રમે 54.61 ટકા અને 54.49 ટકા મતદાન થયું હતું. આપના ભૂપેન્દ્ર ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ વિસાવદર બેઠક ખાલી પડી હતી. ભાજપે કિરીટ પટેલ, કોંગ્રેસના નીતિન રાણપરિયા અને આપના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ, કડી એ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક છે જે ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. ભાજપે રાજેન્દ્ર છાબડા, કોંગ્રેસે રમેશ છાબડા અને આપના જગદીશ છાબડાને ઉમેદવાર બનાવ્યા છે.
માહિતી અનુસાર ગુજરાતની કડી-વિસાવદર ઉપરાંત લુધિયાણા વેસ્ટ, કેરળની નીલાંબુર સીટ અને પ.બંગાળની કાલીગંજ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. ટૂંક સમયમાં જ આપણી સમક્ષ ચિત્ર સ્પષ્ટ થઇ જશે.