Mumbai,તા.23
એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડ (“HDB Financial” or “The Company”) બુધવાર, 25 જૂન, 2025ના રોજ તેના ઇક્વિટી શેર્સના આઈપીઓ સંદર્ભે તેની બિડ/ઓફર ખુલ્લી કરશે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તારીખ મંગળવાર, 24 જૂન, 2025 રહેશે. બિડ/ઓફર શુક્રવાર, 27 જૂન, 2025ના રોજ બંધ થશે. બિડ્સ લઘુતમ 20 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 20 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (“Bid Details”).
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 700થી રૂ. 740 નક્કી કરવામાં આવી છે.
પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સની રૂ. 1,25,000 મિલિયન (રૂ. 12,500 કરોડ) સુધીના મૂલ્યની કુલ ઓફર સાઇઝમાં રૂ. 25,000 મિલિયન (રૂ. 2,500 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,00,000 મિલિયન (રૂ. 10,000 કરોડ) સુધીના મલૂયના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે (“Total Offer Size”).