Morbi,તા.23
જગવિખ્યાત યાત્રાધામ માટેલધામ ખાતે આઇશ્રી ખોડીયાર માતાજીના મંદિર આવેલું છે જ્યાં માંના સાક્ષાત બેસણા છે માટેલ ધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
વાંકાનેરના માટેલ ધામ ખાતે તા. ૨૭ ને અષાઢી બીજ નિમિતે મંગળા આરતી બાદ બાવન ગજની ધજા ચડાવવામાં આવશે અને મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવશે અષાઢી બીજના આગલા દિવસે તા. ૨૬ ના રોજ માતાજીના મંદિરે ડાક-ડમરનો પ્રોગ્રામ રાત્રે 9 : ૩૦ કલાકે યોજાશે તેમજ બંને દિવસ મહાપ્રસાદનં આયોજન કરવામાં આવ્યું છે જેનો ભક્તોએ લાભ લેવા મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે