Rajkot તા.૨૩
રેલવે સેફ્ટી માં ઉત્કૃષ્ટ કાર્ય બદલ રાજકોટ ડિવિઝનના ૨ કર્મચારીઓને રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અશ્વિની કુમાર દ્વારા આજે ડીઆરએમ ઓફિસ, રાજકોટ સ્થિત કોન્ફરન્સ રૂમમાં પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. રાજકોટ ડિવિઝનના ટ્રાફિક અને ઇલેક્ટ્રિક (ટ્રેક્શન) વિભાગના કર્મચારીઓને આ એવોર્ડ એપ્રિલ અને મે, ૨૦૨૫ મહિનામાં રેલવે સુરક્ષામાં ઉત્તમ કાર્ય બદલ આપવામાં આવ્યો છે. પુરસ્કાર મેળવનારા કર્મચારીઓમાં શ્રી અરવિંદ કુમાર જાડેજા (ટ્રેન મેનેજર, મુખ્યાલય-હાપા) અને શ્રી ફ્રાન્સિસ એલ. (લોકો પાયલટ મેલ/એક્સપ્રેસ, મુખ્યાલય-રાજકોટ) નો સમાવેશ થાય છે. ઉપરોક્ત રેલકર્મીઓએ સતર્કતાથી કાર્ય કરતા સંભવિત અકસ્માતોને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેમાં બ્રેક સિલિન્ડર રોડના લટકતા ભાગને જોઈને ટ્રેનને તરત જ રોકાવી દેવી અને ગેટ પર અસામાન્ય ઘટનાની સ્થિતિમાં ત્વરિત કાર્યવાહી કરવી જેવી ઘટનાઓ શામેલ છે. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ સેફ્ટી ઓફિસર શ્રી આર. સી. મીણા, સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર શ્રી સુનીલ કુમાર ગુપ્તા અને સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિક એન્જિનિયર (ટ્રેક્શન) શ્રી મીઠાલાલ મીના ઉપસ્થિત રહ્યા હતા.