Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત

    July 17, 2026

    તંત્રી લેખ…શાસકોની બેદરકારીના પરિણામો

    July 17, 2026

    Ahmedabad: અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત
    • તંત્રી લેખ…શાસકોની બેદરકારીના પરિણામો
    • Ahmedabad: અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત
    • Anandની કંપની સાથે સાયબર ગઠિયાઓ દ્વારા રૂપિયા ૧.૫૮ કરોડની ઠગાઈ
    • ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી
    • Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’
    • સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે
    • Gujarat પર આતંકી `ડોળો’?! વધુ પાંચ શકમંદ ત્રાસવાદી ઝબ્બે : ATS નુ ઓપરેશન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત
    રાજકોટ

    Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૭

    Rajkot જિલ્લાના ખેડૂતો વીજપોલના મુદ્દે ફરી રસ્તા પર ઉતર્યા છે. વીજળી કંપની દ્વારા ખેતરની વચ્ચે વીજપોલ ઊભા કરવાના વિરોધમાં આજે પડઘરી ગામે ભારે વિરોધ પ્રદર્શન યોજાયું. ખેડૂત હિત રક્ષક સમિતિએ આ મામલે ત્રણ દિવસના પ્રતિક ઉપવાસનું આંદોલન પણ જાહેર કર્યું છે.

    પડઘરી ગામના મુખ્ય માર્ગ પર આજે સવારથી જ ટ્રેક્ટર, બેનર અને કાળા વાવટા સાથે ખેડૂતો એકઠા થયા હતા. “ખેડૂત વિરોધી નીતિ બંધ કરો”, “વીજપોલ હટાવો” જેવા નારા ગગન ગજવી રહ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વીજ કંપની કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના સીધા ખેતરની વચ્ચે વીજપોલ ઊભા કરી રહી છે. જેના કારણે ખેતીનું કામ અટકે છે, ટ્રેક્ટર ફેરવવામાં તકલીફ પડે છે અને પાકને પણ નુકસાન થાય છે. ઘણા ખેડૂતોનું એમ પણ કહેવું છે કે, વીજ બિલમાં થયેલા વધારા અને ખેતી માટે ઓછી વીજળી મળવાને કારણે તેઓ પહેલેથી જ પરેશાન છે ઉપરથી આ વીજપોલનો ત્રાસ.

    “અમે અનેક વખત વીજ કંપની અને તંત્રને લેખિત રજૂઆત કરી. પણ કોઈ સાંભળતું નથી. ખેડૂતને કોઈ પૂછતું જ નથી. આજે પડઘરી ખાતે વિરોધ કર્યા બાદ અમે નિર્ણય લીધો છે કે આગામી ૩ દિવસ સુધી અમે પ્રતિક ઉપવાસ કરીશું. સવારે ૧૦થી સાંજે ૫ સુધી ગામના ચોકમાં ઉપવાસ ચાલશે. જો ૩ દિવસમાં નિર્ણય નહીં આવે, તો આંદોલનને અમે રાજકોટ કલેક્ટર કચેરી સુધી લઈ જઈશું.” – મનોજ પનારા, ખેડૂત હિત રક્ષક સમિતિના આગેવાન, રાજકોટ

    ખેડૂતોની મુખ્ય ૩ માંગ છેઃ જે વીજપોલ ખેતરની વચ્ચે નખાયા છે, તેને તાત્કાલિક હટાવીને રસ્તાની સાઈડમાં નખવામાં આવે. ખેતી માટે ૧૨ કલાક વીજળી સમયસર અને સસ્તા દરે આપવામાં આવે. નવા કનેક્શન અને વીજબિલના નામે થતી લૂંટ બંધ કરવામાં આવે.

    ખેડૂતોનું કહેવું છે કે “અમારા ગામમાં ૬૦ જેટલી નોટિસ આપવામાં આવી છે અને આસપાસમાં મળી એમ ૧૫૦ જેટલી નોટિસ અમને આપવામાં આવી છે. આ નોટિસ આપ્યા બાદ અમારી જાણ વિના કંપનીએ સર્વે કર્યો છે અને અમને કોઈને જાણ કરી નથી, જેથી અમારો વિરોધ છે. કંપનીને સર્વે કરવો હોય તો ખેડૂતને સાથે રાખીને સર્વે કરવો જોઈએ. સાથે જ ખેતીને ઘણું નુકસાન થાય છે. જો આ જ રીતે એમને કરવું હોય તો કાયદામાં રહીને સમગ્ર કાર્યવાહી કરે તો બંને પક્ષને ફાયદો થાય. સાથે જ અમને જે રીતની મૂળ કિંમત છે તેના ચાર ગણું વળતર ચૂકવવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. પરંતુ ખેડૂતોને સાથે રાખીને આ સર્વેની કાર્યવાહી કરવી જોઈએ.

    વિરોધ પ્રદર્શન બાદ ખેડૂત હિત રક્ષક સમિતિએ મોટી જાહેરાત કરી. આગામી ત્રણ દિવસ સુધી પડઘરી ગામે પ્રતિક ઉપવાસનું આંદોલન ચાલશે. સમિતિના સભ્યો વારાફરતી ઉપવાસમાં બેસશે. સમિતિએ જિલ્લાભરના ખેડૂતોને અપીલ કરી છે કે, તેઓ મોટી સંખ્યામાં જોડાય અને આ આંદોલનને સમર્થન આપે.

    ખેડૂતોએ કહ્યું કે “ખેડૂતોની એવી માંગ હતી કે વીજપોલ ઊભા કરવાથી તેમની કિંમતી જમીન પાણીના ભાવે હાલ વેચાઈ રહી છે અને જેના કારણે ખેડૂતને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ ખેડૂતોનો વિરોધ માત્ર એટલો જ છે કે જે રીતે બજાર ભાવ હોય, તેના કરતા ચાર ગણું વળતર ચૂકવવામાં આવે. આ માંગ સાથે આજે ધરણા કરવામાં આવ્યા છે.સમિતિના હોદ્દેદારોએ ચેતવણી આપી કે જો તંત્ર દ્વારા વાટાઘાટ માટે પહેલ નહીં કરવામાં આવે, તો આગામી તબક્કામાં રેલી અને રાજ્ય સ્તરનું આંદોલન પણ કરવામાં આવશે. હાલ તંત્ર તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પરંતુ ખેડૂતો પોતાની માંગ પર અડગ છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન

    July 16, 2026
    રાજકોટ

    Rajkot: માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026
    રાજકોટ

    Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત

    July 16, 2026
    રાજકોટ

    Rajkot નજીક અજાણ્યા વાહને મોટરસાયકલને ઠોકરે લેતા યુવાનનું મોત

    July 16, 2026
    રાજકોટ

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ: એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    તંત્રી લેખ…શાસકોની બેદરકારીના પરિણામો

    July 17, 2026

    Ahmedabad: અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

    July 17, 2026

    Anandની કંપની સાથે સાયબર ગઠિયાઓ દ્વારા રૂપિયા ૧.૫૮ કરોડની ઠગાઈ

    July 17, 2026

    ‘યે કાલી કાલી આંખે’ ફેમ અભિનેત્રી Aanchal Singh બિઝનેસમેન મોહિત ચાવલા સાથે સગાઈ કરી લીધી

    July 17, 2026

    Ram temple ચઢાવા ચોરી : સોમવારે સુપ્રીમને રીપોર્ટ આપશે ‘સીટ’

    July 17, 2026

    સૌથી વધુ પ્લેટફોર્મ મામલે Ahmedabad નુ રેલવે સ્ટેશન દેશમાં 6ઠ્ઠા ક્રમે

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…શાસકોની બેદરકારીના પરિણામો

    July 17, 2026

    Ahmedabad: અબુધાબીથી આવેલી મહિલા પાસેથી ૩૪.૨૯ લાખના બે ગોલ્ડ બિસ્કિટ જપ્ત

    July 17, 2026

    Anandની કંપની સાથે સાયબર ગઠિયાઓ દ્વારા રૂપિયા ૧.૫૮ કરોડની ઠગાઈ

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.