Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ત્રીજા સોમવારે Somnath માં 71 હજારથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન

    September 1, 2026

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ત્રીજા સોમવારે Somnath માં 71 હજારથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    Vikram RavalBy Vikram RavalJuly 17, 2026Updated:July 18, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૧૭

    Rajkot શહેરની હુડકો ચોકડી પાસે આવેલા રામપાર્ક વિસ્તારમાં આવેલા ઉત્તમ સોફા નામના કારખાનામાં શુક્રવારે સવારે લાગેલી ભીષણ આગમાં ગૂંગળામણના કારણે ૩૧ વર્ષીય ચેતન શેલડિયાનું કરુણ મોત નિપજ્યું છે. આગ લાગતા સમગ્ર કારખાનામાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતા ચેતન શેલડિયા બાથરૂમ પાસે પાછળની ગેલેરીમાં ફસાઈ ગયા હતા અને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. સારવાર માટે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

    ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર અશોકસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રાથમિક તપાસ મુજબ આગની ઘટના સવારે અંદાજે ૧૦ઃ૧૫ વાગ્યે બની હતી. કારખાનામાં સોફા બનાવવાના કામમાં વપરાતી ફોમ સહિતની જ્વલનશીલ સામગ્રીને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર વિસ્તારમાં ગાઢ ધુમાડો છવાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઓક્સિજન માસ્ક પહેરી આગ પર કાબૂ મેળવવા અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. કારખાનામાં આગ સમયે ચેતન શેલડિયા બાથરૂમ પાસેના પાછળના ગેલેરી વિસ્તારમાં ફસાઈ ગયા હતા. સ્થાનિકોની સૂચનાના આધારે રેસ્ક્યુ ટીમે તેમને બેભાન હાલતમાં બહાર કાઢ્યા હતા. કારખાનામાં જરૂરી ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ હતા કે નહીં, તેમજ ફાયર સેફ્ટી ઇન્સ્ટોલેશનના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે નોટિસ આપવામાં આવશે. ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગ પણ રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિ કાયદેસર રીતે ચાલી રહી હતી કે નહીં અને હેતુફેરની મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરશે.

    આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ હરેશ પટેલ દ્વારા વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, ઘટના અંગે પોલીસે બીએનએસએસ કલમ ૧૯૪ હેઠળ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. આગના કારણોની તપાસ માટે એફએસએલને સ્થળ પર બોલાવવામાં આવશે તેમજ પીજીવીસીએલ અને ફાયર વિભાગ પાસેથી વિગતવાર અહેવાલ મંગાવવામાં આવશે. મૃતક ચેતન શેલડિયા રાજકોટના બાપા સીતારામ ચોક, શ્રદ્ધાપાર્ક વિસ્તારમાં રહેતા હતા. તેમના લગ્ન વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન થયા હતા અને તેમને ત્રણ વર્ષનો એક પુત્ર છે. કારખાનું છેલ્લા અઢી વર્ષથી તેમના સસરા નારણભાઈ કાકડિયા તેમજ સાળા દેવેન્દ્ર કાકડિયા સાથે ભાગીદારીમાં ચલાવવામાં આવતું હતું.

    આ દરમિયાન મૃતકના ભાગીદાર તથા સાળા દેવેન્દ્ર કાકડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ છેલ્લા એક મહિનાથી વિસ્તારમાં વીજ વિક્ષેપ અંગે પીજીવીસીએલને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ઘટના બાદ તેઓ ફાયર વિભાગને જાણ કર્યા છતાં ફાયર બ્રિગેડ મોડી પહોંચી હતી અને શરૂઆતમાં રેસ્ક્યુ માટે જરૂરી ઓક્સિજન માસ્ક પણ ઉપલબ્ધ ન હોવાથી બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો. તેમના મતે આ વિલંબના કારણે ચેતન શેલડિયાનું ગૂંગળામણથી મૃત્યુ થયું. હાલ પોલીસ, ફાયર વિભાગ અને અન્ય સંબંધિત એજન્સીઓ આગનું ચોક્કસ કારણ, સુરક્ષા નિયમોનું પાલન અને સંભવિત બેદરકારી સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરી રહી છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: રથયાત્રામાં ૧૦૮ ઈમરજન્સી સેવાની ત્વરિત કામગીરી, ૫૩ મેડિકલ કેસ નોંધાયા
    Next Article Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026
    રાજકોટ

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,960
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,700
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 12:02
    Categories
    Latest News

    ત્રીજા સોમવારે Somnath માં 71 હજારથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન

    September 1, 2026

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ત્રીજા સોમવારે Somnath માં 71 હજારથી વધુ ભક્તોએ કર્યા દાદાના દર્શન

    September 1, 2026

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.