અચાનક પેટમાં દુખાવો થયા બાદ બેભાન થઈ જતા દમ તોડ્યો, પરિવારમાં શોક
Gondal,તા.17
ગોંડલ તાલુકાના પીપળીયા ગામમાં યુવકને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,
પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ ગોંડલ તાલુકાના પીપળીયા ગામમાં રહેતા બુદ્ધિરામ સોરન (ઉં ૨૨) પેટમાં દુખાવો થતા તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક બુદ્ધિરામ સોરન અહીંની કંપનીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. યુવાન વયના દીકરાના અકાળે મોતથી પરિવારમાં શોક છવાયો છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકના મોતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

