Bhavnagar,તા.24
ભાવનગર જિલ્લાના આઠ તાલુકામાં ઝાપટાંથી લઈ ધોધમાર બે ઈંચ મેઘમહેર વરસી હતી. ભાવનગર અને ઘોઘામાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક રહી હતી.
ઉમ્રાળામાં પાંચેક દિવસના વિરામ બાદ વહેલી સવારે ઝરમર બાદ બપોરે બે વાગ્યાથી ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ત્યારબાદ સાંજના સમયે પણ ધીમીધારે પાણી વરસતા દિવસ દરમિયાન બે ઈંચ જેટલો (૪૮ મિ.મી.) વરસાદ ખાબકી ગયો હતો. સાંજે છ વાગ્યા બાદ આકાશમાં ગાઢ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા. ઉમરાળા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના પગલે ખેતરો-માર્ગો પર પાણી ભરાયા હતા. ગારિયાધારમાં પણ આજે મેઘરાજાની પધરામણી થતાં એક ઈંચથી વધુ (૨૬ મિ.મી.) પાણી વરસ્યું હતું. મહુવામાં ૧૮ મિ.મી., વલ્લભીપુરમાં ૧૭ મિ.મી., જેસરમાં ૧૦ મિ.મી., સિહોર અને તળાજામાં ૯-૯ મિ.મી. અને પાલિતાણામાં બે મિ.મી. વરસાદ વરસ્યો હતો.