(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૮
Morbiના મીરાં પાર્કમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ના પાડતા નિવૃત અને તેના પુત્રને માર મારવામાં આવ્યો હતો તેમજ સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છેમોરબીના વાવડી રોડ મીરાં પાર્કમાં રહેતા ઋત્વિક ધીરૂભાઈ ગોસ્વામી (ઉ.વ.૨૦) વાળાએ સોસાયટીમાં રહેતા આરોપી કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ઋત્વિક સાથે આરોપી કુલદીપસિંહે ગાળાગાળી કરી ઢીકા પાટું માર મારી છરી વડે હાથની આંગળીમાં ચાર ટાંકા જેવી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
સામાપક્ષે નિવૃત મહેન્દ્રસિંહ નાથુભા ઝાલા (ઉ.વ.૬૪) આરોપી ઋત્વિક ધીરૂભાઈ બાવાજી, સુલતાનસિંહ પરમાર અને મહેન્દ્રસિંહ રાણા રહે બધા મીરાં પાર્ક વાવડી રોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના દીકરા પોતાની શેરીમાં ચોકમાં જુગાર અને દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ કરવાની આરોપીઓને ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને દીકરાને લોખંડ પાઈપ વડે મારવા જતા ફરિયાદી મહેન્દ્રસિંહ છોડાવવા જતા ડાબા હાથે લોખંડ પાઈપનો એક ઘા મારી તેમજ દીકરા કુલદીપસિંહને ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

