રોકાણકાર મિત્રો, આનંદ ને…!!
ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં એકંદરે સકારાત્મક પરંતુ વોલેટાઇલ વલણ જોવા મળ્યું હતું. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક અનિશ્ચિતતા, ઉપરના સ્તરે નફાવસૂલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલીને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. જોકે સપ્તાહના મધ્યભાગથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અંગેનો આશાવાદ, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને પાવર સેક્ટરમાં મજબૂતી તેમજ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે બજારમાં પુનઃ તેજી જોવા મળી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન મુખ્ય સૂચકાંકો મહત્વના આધાર સ્તરો ઉપર ટકી રહ્યા હતા, જે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. તેમ છતાં દરેક તેજી દરમિયાન નફાવસૂલી જોવા મળતાં બજારમાં અસ્થિરતા યથાવત રહી હતી.
સેન્સેક્સમાં સપ્તાહ દરમિયાન ઊંચી વધઘટ જોવા મળી હતી. શરૂઆતમાં ભારે દબાણ વચ્ચે સૂચકાંક નીચે સરક્યો હતો, પરંતુ ત્યારબાદ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, આઈટી, ઓટો અને પાવર સેક્ટરમાં મજબૂત ખરીદીના કારણે નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. સપ્તાહના અંતે સેન્સેક્સ ફરી સકારાત્મક વલણ સાથે મહત્વના આધાર સ્તરો ઉપર સ્થિર રહ્યો હતો. નિફ્ટી ફ્યુચરમાં પણ શરૂઆતમાં વેચવાલીનું દબાણ રહ્યું હતું, પરંતુ ત્યારબાદ શોર્ટ કવરિંગ અને નવા ખરીદદારોના પ્રવેશથી સુધારો જોવા મળ્યો હતો. જોકે ઉપરના સ્તરે હજુ પણ નફાવસૂલીનું દબાણ યથાવત રહ્યું હતું.
સ્થાનિક સ્તરે નિયમિત એસ.આઈ.પી. દ્વારા આવતો મજબૂત નાણાં પ્રવાહ, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, સરકારના માળખાકીય વિકાસમાં વધતો ખર્ચ, મજબૂત કરવેરા વસૂલાત, બેન્કિંગ ક્ષેત્રમાં પૂરતી નાણાકીય ઉપલબ્ધતા અને ચોમાસાની સંતોષકારક પ્રગતિ બજાર માટે મુખ્ય હકારાત્મક પરિબળો રહ્યા હતા. પ્રથમ ત્રિમાસિકના સારા કોર્પોરેટ પરિણામોની અપેક્ષાએ પણ રોકાણકારોમાં વિશ્વાસ વધાર્યો હતો.
વૈશ્વિક બજારોમાં મિશ્ર પરંતુ સુધરતું વલણ જોવા મળ્યું હતું. અમેરિકન બજારોમાં સ્થિરતા, કેટલાક દેશોમાં ફુગાવાના દબાણમાં ઘટાડાના સંકેતો અને ક્રૂડ ઓઇલના ભાવમાં મર્યાદિત નરમાઈ ભારતીય બજાર માટે હકારાત્મક રહ્યા હતા. જોકે અમેરિકાની વ્યાજદર નીતિ, ભૂરાજકીય તણાવ અને વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતાએ સમયાંતરે દબાણ ઊભું કર્યું હતું.
સેક્ટરલ દૃષ્ટિએ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, પાવર, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્ઝ, ફાર્મા, આઈટી, ઓટો અને એફએમસીજી સેક્ટરમાં સકારાત્મક વલણ જોવા મળ્યું હતું. ખાસ કરીને બેન્કિંગ અને પાવર સેક્ટરમાં સંસ્થાકીય ખરીદી મજબૂત રહી હતી. બીજી તરફ મેટલ, રિયલ એસ્ટેટ અને કેટલાક નિકાસ આધારિત સેક્ટરમાં મર્યાદિત નફાવસૂલી જોવા મળી હતી.
આ સપ્તાહ દરમિયાન બજારમાં તેજી પાછળ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, એસ.આઈ.પી. દ્વારા વધતો નાણાંપ્રવાહ, પ્રથમ ત્રિમાસિકના સારા પરિણામોની અપેક્ષા, વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો, ક્રૂડ ઓઇલના નરમ ભાવ, સરકારના મૂડી ખર્ચમાં વધારો અને ચોમાસાની અનુકૂળ સ્થિતિ મુખ્ય કારણો રહ્યા હતા. ગુણવત્તાસભર લાર્જકેપ શેરોમાં સતત ખરીદી તેમજ બેન્કિંગ અને પાવર સેક્ટરની મજબૂત કામગીરીએ મુખ્ય સૂચકાંકોને ટેકો આપ્યો હતો.
સકારાત્મક સપ્તાહ હોવા છતાં કેટલાક નકારાત્મક પરિબળો પણ યથાવત્ રહ્યા હતા. સતત તેજી બાદ ઉપરના સ્તરે નફાવસૂલીનું દબાણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલી, ઊંચા મૂલ્યાંકન, અમેરિકાની વ્યાજદર નીતિ અંગેની અનિશ્ચિતતા, ભૂરાજકીય તણાવ અને કોર્પોરેટ પરિણામો પહેલાં રોકાણકારોની સાવચેતીને કારણે દિવસ દરમિયાન વોલેટિલિટી વધી હતી. મોટા શેરોમાં થતી નફાવસૂલીના કારણે બજાર ઘણી વખત દિશા બદલતું રહ્યું હતું.
સપ્તાહ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સતત નેટ ખરીદદારો રહ્યા હતા અને તેમણે બજારને મજબૂત આધાર પૂરો પાડ્યો હતો. નિયમિત એસ.આઈ.પી. દ્વારા આવતો નાણાંપ્રવાહ બજારની સૌથી મોટી તાકાત બની રહ્યો હતો. બીજી તરફ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પસંદગીયુક્ત ખરીદી અને વેચવાલી ચાલુ રાખી હતી.
કોમોડિટી બજારમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ક્રૂડ ઓઇલના ભાવમાં મર્યાદિત નરમાઈ ભારત માટે હકારાત્મક રહી હતી, કારણ કે તે આયાત ખર્ચ અને ફુગાવાના દબાણમાં રાહત આપી શકે છે. સોનામાં સલામત રોકાણ તરીકે માંગ યથાવત રહી હતી, જ્યારે ચાંદી અને ઔદ્યોગિક ધાતુઓમાં મર્યાદિત વધઘટ જોવા મળી હતી. ક્રૂડ ઓઇલની સ્થિરતા ઓઇલ માર્કેટિંગ, એવિએશન અને કેમિકલ ક્ષેત્ર માટે અનુકૂળ રહી હતી.
ભાવિ દિશા
ભાવિ દિશા અંગે જોવામાં આવે તો આગામી સપ્તાહમાં બજારની દિશા પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો, વિદેશી અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ, અમેરિકાની વ્યાજદર નીતિ, વૈશ્વિક બજારોના વલણ અને ક્રૂડ ઓઇલના ભાવ ઉપર નિર્ભર રહેશે. જો મુખ્ય સૂચકાંકો મહત્વના આધાર સ્તરો ઉપર ટકી રહેશે તો બજારમાં તેજીનું વલણ આગળ પણ ચાલુ રહી શકે છે. જોકે ઉપરના સ્તરે નફાવસૂલીને કારણે ટૂંકા ગાળામાં વધઘટ યથાવત રહેવાની શક્યતા છે. રોકાણકારોએ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, પાવર, ડિફેન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, ફાર્મા અને આઈટી સેક્ટરના ગુણવત્તાસભર શેરોમાં પસંદગીયુક્ત અભિગમ અપનાવવો યોગ્ય રહેશે.
ફયુચર રોકાણ
(૧) ભારત ફોર્જ (૨૨૦૧) : ઓટો કોમ્પોનેન્ટ્સ અને ફોર્જિંગ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૧૭૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૧૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૨૩૭ થી રૂ.૨૨૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૨૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૨) એપીએલ એપોલો ટ્યુબ્સ (૧૭૯૭) : ટેકનિકલ ચાર્ટ મુજબ સ્ટીલ ટયુબ્સ અને બિલ્ડીંગ મટીરિયલ્સ સેકટરનો આ સ્ટોક રૂ.૧૧૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૭૪૪ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૮૧૩ થી રૂ.૧૮૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ઇન્ફોસીસ લિમિટેડ (૧૦૮૭) : રૂ.૧૦૬૩ નો પ્રથમ તેમજ રૂ.૧૦૪૭ બીજા સપોર્ટથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૦૩ થી રૂ.૧૧૧૭ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) લુપિન (૨૪૪૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૨૪૯૩ આસપાસ સપોર્ટથી રૂ.૨૪૨૪ થી રૂ.૨૪૦૯ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૨૫૦૯ નો સપોર્ટ ખાસ ધ્યાને લેવો..!!
(૫) ઓબેરોય રિયલ્ટી (૧૮૬૮) : રૂ.૧૮૯૦ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૯૨૦ ના સપોર્ટ તબક્કાવાર રૂ.૧૮૪૪ થી રૂ.૧૮૨૮ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૯૦૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
(૬) SBI બેંક (૧૦૪૪) : પબ્લીક બેંકિગ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૦૮૪ આસપાસનાં સપોર્ટથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૨૩ થી રૂ.૧૦૦૭ ભાવની આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક મુવમેન્ટ
(૧) સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ (૯૧૧)ઃ પાવર ઇક્વિપમેન્ટ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૮૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૮૭૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૯૩૯ થી રૂ.૯૫૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૯૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(ર) મેરીકો (૮૩૩)ઃ ટેકનીકલ ચાર્ટ મુજબ એફએમસીજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૭૮૭ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૮૪૮ થી રૂ.૮૫૫ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
(૩) ડીએલએફ (૬૩૩) : રૂ.૬૦૬ નો પ્રથમ તેમજ રૂ.૫૯૬ ના બીજા સપોર્ટથી રિયલ એસ્ટેટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૬૫૩ થી રૂ.૬૬૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૪) એસબીઆઈ કાડ્ર્સ એન્ડ પેમેન્ટ સર્વિસિસ (૬૪૩)ઃ નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૬૨૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૬૫૬ થી રૂ.૬૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૮૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૫) LIC હાઉસિંગ ફાઇનાન્સ (૫૪૫) : રૂ.૫૨૭ નો પ્રથમ તેમજ રૂ.૫૧૩ ના બીજા સપોર્ટથી હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૬૪ થી રૂ.૫૭૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૬) ICICIપ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ (૫૦૧) : વીમા સેક્ટરનો આ સ્ટોક રૂ.૪૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૫૧૮ થી રૂ.૫૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૪૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
(૭) ડેલ્હિવરી (૪૯૮) : રૂ.૪૭૪ નો પ્રથમ તેમજ રૂ.૪૭૪ ના બીજા સપોર્ટથી લોજિસ્ટિક્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૫૧૩ થી રૂ.૫૨૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!!
(૮) કોલ ઇન્ડિયા (૪૨૭) : કોલ માઇનિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી ડિલિવરીબેઇઝ રોકાણ માટે રૂ.૪૪૭ થી રૂ.૪૫૫ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!
સ્મોલ સેવિંગ્ઝ સ્ક્રીપો
(૧) SBFCફાઇનાન્સ (૯૪) : નોન બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરનો આ ફન્ડામેન્ટલી મજબૂત સ્ટોક ડિલિવરીબેઇઝ રૂ.૮૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૮ થી રૂ.૧૦૩ ની ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૭ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો…!!
(ર) NTPC ગ્રીન એનર્જી (૯૪) : પાવર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરના આ સ્ટોકમાં ડિલિવરીબેઇઝ રોકાણકારો માટે રૂ.૮૮ નો સ્ટ્રોંગ સપોર્ટ મહત્વનો ગણાય…!! ટૂંકાગાળે રૂ.૯૮ થી રૂ.૧૦૩ સુધીની ભાવ સપાટી નોંધાવવાની સંભાવના રહેલી છે…!!!
(૩) IDBI બેંક (૮૭) : ટ્રેડિંગ સંદર્ભે ટ્રેડિંગ સંદર્ભે ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૦ ના પ્રથમ તેમજ રૂ.૮૦ ના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૩ થી રૂ.૯૭ સુધીની ભાવ સપાટી દર્શાવવાની શક્યતા…!!
(૪) ટૂરિઝમ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (૮૫) : ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી રોકાણલક્ષી દૃષ્ટિએ આકર્ષક જણાય છે…!! મધ્યગાળે રૂ.૮૯ થી રૂ.૯૪ ની ભાવ સપાટી સ્પર્શી શકે તેવી સંભાવના છે….!!
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેતો, છતાં વ્યાજદર અને વેપાર યુદ્ધની ચિંતા યથાવત…!!
વિશ્વ અર્થતંત્ર ધીમે-ધીમે સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ અનેક પડકારો હજુ પણ યથાવત છે. અમેરિકા, યુરોપ અને ચીન જેવા મોટા દેશોમાં ફુગાવામાં ઘટાડાના સંકેતો જોવા મળી રહ્યા છે, જેના કારણે રોકાણકારોમાં આશાવાદ વધ્યો છે. તેમ છતાં ઊંચા વ્યાજદર, ભૂરાજકીય તણાવ, વૈશ્વિક વેપાર સંબંધિત અનિશ્ચિતતા અને સપ્લાય ચેઇનના પડકારો હજુ પણ વૈશ્વિક વિકાસ માટે જોખમરૂપ છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ, યુરોપિયન સેન્ટ્રલ બેંક અને ચીનની આર્થિક પ્રોત્સાહક નીતિઓ સમગ્ર વિશ્વના શેરબજાર અને કરન્સી બજારને અસર કરી રહી છે. ચીનમાં મેન્યુફેક્ચરિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સુધારો થશે તો વૈશ્વિક કોમોડિટી અને નિકાસકાર દેશોને લાભ મળી શકે છે. ભારત જેવી ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે હાલની સ્થિતિ નવી તકો ઊભી કરી રહી છે, કારણ કે અનેક વૈશ્વિક કંપનીઓ ઉત્પાદન અને સપ્લાય ચેઇનનું વૈવિધ્યીકરણ કરી રહી છે. જો વૈશ્વિક પરિસ્થિતિ વધુ સ્થિર રહેશે તો આગામી મહિનાઓમાં વેપાર, રોકાણ અને ઔદ્યોગિક ઉત્પાદનને વધુ ગતિ મળી શકે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં સતત વધતું રોકાણ, લાંબા ગાળાના રોકાણકારોનો વિશ્વાસ મજબૂત..!!!
ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સતત નવા શિખરો સર કરી રહ્યો છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં વધતા રોકાણ, વધતી નાણાકીય જાગૃતિ અને ડિજિટલ રોકાણ પ્લેટફોર્મના વિકાસને કારણે કરોડો નવા રોકાણકારો બજારમાં જોડાઈ રહ્યા છે. ખાસ કરીને લાર્જ કેપ, ફ્લેક્સી કેપ અને ઇન્ડેક્સ ફંડમાં સતત ઇનફ્લો જોવા મળી રહ્યો છે.
નિષ્ણાંતોનું માનવું છે કે લાંબા ગાળાના સંપત્તિ નિર્માણ માટે મ્યુચ્યુઅલ ફંડ સૌથી અસરકારક માધ્યમોમાંનું એક છે. બજારમાં ટૂંકા ગાળાની વધઘટ હોવા છતાં નિયમિત રોકાણથી લાંબા ગાળે સારું વળતર મળવાની શક્યતા રહે છે. રોકાણકારોએ પોતાની જોખમ ક્ષમતા, રોકાણ સમયગાળો અને નાણાંકીય લક્ષ્યોને ધ્યાનમાં રાખીને યોગ્ય ફંડ પસંદ કરવો જોઈએ. બજારની અસ્થિરતા દરમિયાન ગભરાઈને રોકાણ બંધ કરવાને બદલે શિસ્તબદ્ધ રોકાણ જાળવવું વધુ લાભદાયક બની શકે છે.
બિટકોઈન અને ડિજિટલ એસેટ્સમાં ફરી તેજી, સંસ્થાકીય રોકાણકારોનો વિશ્વાસ વધ્યો…!!
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી બજારમાં ફરીથી સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. બિટકોઈન સહિતના મુખ્ય ડિજિટલ એસેટ્સમાં સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી વધતાં બજારમાં નવી તેજી જોવા મળી રહી છે.
અનેક આંતરરાષ્ટ્રીય ફંડ હાઉસ અને નાણાકીય સંસ્થાઓ હવે ડિજિટલ એસેટ્સને લાંબા ગાળાના વૈકલ્પિક રોકાણ તરીકે જોઈ રહી છે. અમેરિકાની વ્યાજદર નીતિ, નિયમનકારી ફેરફારો અને ઊઝઋમાં વધતા રોકાણને કારણે બિટકોઈનની માંગ મજબૂત બની રહી છે. જોકે ક્રિપ્ટોકરન્સી બજાર હજુ પણ અત્યંત અસ્થિર હોવાથી રોકાણકારોએ જોખમને ધ્યાનમાં રાખીને જ રોકાણ કરવું જોઈએ. નિષ્ણાતો માને છે કે બિટકોઈનમાં માત્ર મર્યાદિત ફાળવણી સાથે લાંબા ગાળાની વ્યૂહરચના અપનાવવી વધુ યોગ્ય રહેશે. ભારતીય રોકાણકારોએ પણ નિયમનકારી માર્ગદર્શિકા અને કરવેરાના નિયમો સમજીને જ ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણ કરવું જોઈએ.
SIP દ્વારા સંપત્તિ સર્જનનો ટ્રેન્ડ મજબૂત, નાના રોકાણથી લાંબા ગાળે મોટું ભંડોળ શક્ય…!!
ભારતમાં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા રોકાણ કરવાની લોકપ્રિયતા સતત વધી રહી છે. દર મહિને નક્કી કરેલી રકમનું નિયમિત રોકાણ કરીને લાખો રોકાણકારો લાંબા ગાળે સંપત્તિનું નિર્માણ કરી રહ્યા છે. એસઆઇપીની સૌથી મોટી ખાસિયત એ છે કે બજારના ઉતાર-ચઢાવ દરમિયાન પણ રૂપિયા-કોસ્ટ એવરેજિંગનો લાભ મળે છે, જેના કારણે લાંબા ગાળે સરેરાશ ખરીદી કિંમત નિયંત્રિત રહે છે.
નાણાકીય નિષ્ણાતોનું માનવું છે કે વહેલી ઉંમરે એસઆઇપી શરૂ કરવાથી કમ્પાઉન્ડિંગનો લાભ વધુ મળે છે. નિવૃત્તિ યોજના, બાળકોના શિક્ષણ, ઘર ખરીદી અથવા લાંબા ગાળાના અન્ય નાણાકીય લક્ષ્યો માટે એસઆઇપી એક અસરકારક વિકલ્પ માનવામાં આવે છે. બજારની અસ્થિરતા દરમિયાન એસઆઇપી ચાલુ રાખવાથી લાંબા ગાળે વધુ યુનિટ્સ ખરીદવાનો લાભ મળે છે.
રોકાણકારોએ આવક અનુસાર નિયમિત એસઆઇપી વધારવાની વ્યૂહરચના અપનાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં વધુ મોટું ભંડોળ એકત્રિત કરી શકાય.
ગોલ્ડમાં સલામત રોકાણની માંગ યથાવત, વૈશ્વિક અનિશ્ચિતતાથી ભાવને ટેકો…!!
વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને સેન્ટ્રલ બેન્કોની નીતિઓને કારણે સોનામાં સલામત રોકાણ તરીકે માંગ મજબૂત રહી છે. રોકાણકારો પોર્ટફોલિયોમાં જોખમ ઘટાડવા માટે ગોલ્ડ તરફ આકર્ષાઈ રહ્યા છે. તહેવારો અને લગ્નની સિઝન નજીક આવતાં ભારતમાં ભૌતિક સોનાની માંગમાં પણ વધારો થઈ શકે છે. જો ડોલરમાં નરમાઈ અને વ્યાજદરમાં ઘટાડાના સંકેતો મળશે તો ગોલ્ડના ભાવને વધુ ટેકો મળી શકે છે. લાંબા ગાળાના રોકાણકારો માટે ગોલ્ડ હજુ પણ મહત્વપૂર્ણ હેજિંગ એસેટ માનવામાં આવે છે.
FII અને DII ની ખરીદીથી ભારતીય શેરબજારને સતત ટેકો, રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો..!!
ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક સત્રોથી વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બંનેની સક્રિય ભાગીદારી જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે વ્યાજદર અંગેની અનિશ્ચિતતા વચ્ચે ભારતનું મજબૂત આર્થિક માળખું, સ્થિર કોર્પોરેટ નફો અને સતત વધી રહેલી સ્થાનિક લિક્વિડિટીને કારણે રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બન્યો છે.
બેન્કિંગ, કેપિટલ ગુડ્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટો સેક્ટરમાં ખરીદીનું પ્રમાણ વધુ રહ્યું છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડમાં સતત જઈંઙ ઇનફ્લો પણ બજારને મજબૂત આધાર આપી રહ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો ઋઈંઈંનો પ્રવાહ યથાવત રહેશે તો ભારતીય બજાર મધ્યમ અને લાંબા ગાળે વધુ મજબૂત પ્રદર્શન કરી શકે છે.
સિલ્વરમાં ઔદ્યોગિક માંગ વધતા તેજીની સંભાવના, ગ્રીન એનજીર્થી મળશે ટેકો..!!
સિલ્વર માત્ર કિંમતી ધાતુ જ નહીં પરંતુ ઔદ્યોગિક ઉપયોગ માટે પણ મહત્વપૂર્ણ છે. સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહનો, ઇલેક્ટ્રોનિક્સ અને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં વધતી માંગને કારણે સિલ્વરના લાંબા ગાળાના દૃશ્ય સકારાત્મક છે. વૈશ્વિક ઉત્પાદન અને સપ્લાયમાં મર્યાદિત વૃદ્ધિને કારણે પણ ભાવને ટેકો મળી રહ્યો છે. જો વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો ચાલુ રહેશે તો સિલ્વરમાં ગોલ્ડની સરખામણીએ વધુ વોલેટિલિટી સાથે સકારાત્મક વલણ જોવા મળી શકે છે.
ફુગાવામાં નિયંત્રણથી અર્થતંત્રને રાહત, RBI માટે નીતિગત નિર્ણય સરળ બનવાની શક્યતા…!!
ભારતમાં ફુગાવાનો દર નિયંત્રિત રહેતા ગ્રાહકો અને ઉદ્યોગોને રાહત મળી રહી છે. ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં સ્થિરતા, ક્રૂડ ઓઇલના નિયંત્રિત ભાવ અને સપ્લાય ચેઇનમાં સુધારાને કારણે મોંઘવારી પર દબાણ ઘટ્યું છે. ફુગાવો આરબીઆઇના લક્ષ્યાંકની નજીક રહેતા સેન્ટ્રલ બેંક માટે વ્યાજદર અંગે સંતુલિત નિર્ણય લેવાની તક ઊભી થઈ છે.
જો આગામી મહિનાઓમાં મોંઘવારી નિયંત્રણમાં રહેશે તો ઉપભોક્તા ખર્ચમાં વધારો થઈ શકે છે, જે જીડીપી વૃદ્ધિને વધુ ગતિ આપી શકે છે. જોકે વૈશ્વિક કોમોડિટી ભાવ અને હવામાન સંબંધિત જોખમો પર સતત નજર રાખવાની જરૂર રહેશે.

