હાઇકોર્ટ અને રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પગલે પોલીસ હરકતમા
Rajkot,તા.25
ગુજરાત હાઇકોર્ટ બાદ રાજકોટ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ગઈકાલે ધમકી મળી છે. જેના પગલે જૂની કલેકટર કચેરી ખાતે આવેલી ફેમિલી કોર્ટ સંકુલમાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત હાઇકોર્ટને બોમ્બ થી ઉડાવી દેવાની ઇમેલ દ્વારા મળી હતી. તે જ વ્યક્તિ દ્વારા રાજકોટ કોર્ટને ઇમેલ ફોરવર્ડ કરવામાં આવ્યો છે જેને પગલે રાજકોટ કોર્ટમા ખળભળાટ મચી જવા પામ્યો છે. તકેદારીના ભાગરૂપે રાજકોટ જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલી ફેમિલી કોર્ટ સંકુલ ખાતે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સહિતનો કાફલો દોડી ગયો હતો જેમાં અદાલતની કાર્યવાહી દરમિયાન તમામ માળનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોર્ટના પાર્કિંગમાં વાહનો અને કોટ સંકુલમાં પ્રવેશતા અસીલોની મેટલ ડિટેક્ટર મારફતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. દર મહિને રૂટિન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તેવી રીતે જ હા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે.