બોટાદના રાણપુર થી પેટીયુ રળવા આવેલ શ્રમજીવી પરિવારે અકસ્માતમાં મોભી ગુમાવ્યો.
Rajkot,તા.25
રાજકોટના ભાગોળે વધુ એક જીવલેણ અકસ્માતમાં બોટાદના રાણપુર થી પેટીયુ રળવા આવેલ શ્રમજીવી પરિવારના મોભી નો જીવનદીપ બુજાયા નો બનાવ્ પોલીસ દફતરે નોંધાયો છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા પરા પીપળીયા ફાટક પાસે ઝુપડામાં રહી જુના કપડા વેચી ગુજરાન ચલાવતા મૂળ બોટાદના રાણપુર ગામના અને રાજકોટ વસેલા રાજુભાઈ રાઠોડ ૪૫ ગઈકાલે બપોરે એકાદ વાગે જલારામ હોટલ નજીક પરા પીપળીયા ફાટક પાસે રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકરે લેતા રાજુભાઈ રાઠોડ ને માથામાં અને શરીરે ઇજા છતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર મળે તે પહેલા તબીબો એ મૂર્ત જાહેર કર્યા હતાં.
આ અંગે ગાંધીગ્રામ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી સીસીટીવી ના આધારે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહન ની ભાડ મેળવવા તજવીજ હાજરી છે વાહન અકસ્માતમાં રાજુભાઈ રાઠોડનું મૃત્યુ નિપજતા પરિવારે મોભી ગુમાવ્યા નો કલ્પાંત કરી મૂક્યો હતો.