જામનગર માવતરના ઘરે રિસામણે રહેલી પરણીતાએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા રાજકોટ સ્થિત પતિ સામે કરેલી વચગાળાની ભરણપોષણની અરજી અદાલતે નામંજૂર કરી ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારના એસ કે ચોક માં રહેતા કાર્તિકભાઈ જી મહેતા નામના યુવાન સાથે વર્ષ 2020 માં જામનગર સ્થિત પંક્તિબેન સાથે લગ્ન થયા હતા લગ્ન બાદ પરણીતા પોતાના સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી બાદ દંપતિ વચ્ચે અણબનાવ થતા પરણીતા પોતાના જામનગર સ્થિત માવતર ઘરે પરત ફરી હતી બાદ પરણીતાએ રાજકોટની અદાલતમાં પતિ કાર્તિકભાઈ અને સાસુ ગીતાબેન સામે ડોમેસ્ટિક વાયોલન્સ એકટ તળે ફરિયાદ દાખલ કરી કેસ ચાલે તે સમય દરમિયાન પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે પતિ કાર્તિકભાઈ સામે વચગાળાના ભરણપોષણ ની માંગ કરતી અરજી કરી હતી. જે અરજીમાં સાસરિયાને અદાલતની નોટીસ બજતા હાજર થયેલા અને અરજીનો જવાબ રજૂ કર્યો હતો આ પછી વચગાળાની અરજી દલીલ પર આવતા સાસરિયાના વકીલ અદાલતમાં લેખિત મૌખિક દલીલ રજૂ કરી વચગાળાના ભરણપોષણની રકમ મંજૂર કરતી વખતે અદાલતે ક્યા પાસા ધ્યાને લેવા રહે છે તેની વિગતવાર રજૂઆત કરી હતી. પરણીતા ના વકીલની વચગાળાની ભરણપોષણની માંગ રદ કરવા કરેલી દલીલ અદાલતે ધ્યાને લઈ પત્ની પંક્તિબેન ની વચગાળાની ભરણપોષણની અરજી રદ કરતો હુકમ કર્યો છે આ કેસમાં સાસરીયા વતી રાજકોટના એડવોકેટ સંદીપ અંતાણી અને સમીમબેન કુરેશી રોકાયા હતા
Trending
- Vadodara: લાલબાગ ટાંકીના અંડર ગ્રાઉન્ડ સંપમાં પાણીનું લેવલ નહીં જળવાતા પાણીની તંગી
- Surendranagar: લખતરમાં તલાટી સહિત વચેટિયા 3 હજારની લાંચ લેતા ઝડપાયા
- Bhavnagar: મનપાના કાર્યપાલક ઈજનેર હરિયાણીને અંતે બરતરફ કરવા સ્ટેન્ડિંગનો નિર્ણય
- Bhavnagar: એસટી બસ અડફેટે બરવાળાના યુવકનું મોત, મિત્ર ઈજાગ્રસ્ત
- Talaja Court મા 5 દિવસથી ન્યાયિક કાર્યવાહી ઠપ્પઃ તંત્ર દ્વારા મરામતનો દાવો
- Kheda-Anand:રજિસ્ટર્ડ બાનાખત કરી આપ્યા બાદ ત્રાહિત વ્યક્તિને જમીન વેચી દીધી
- Surat:ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગ- ગેમિંગનો કરોડોનો બિન્દાસ વેપલો
- Bhavnagar: સર ટી. હોસ્પિટલમાં ઘુંટણની સર્જરી માટે દર્દીઓને હાલાકી