Surendranagar,તા,26
લખતર શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનીક રહિશો સહિત લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે જે મામલે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તંત્ર અને રાજકીય આગેવાનો સામે રોષ જોવા મળી રહ્યો છે.
લખતર શહેરના ખાળીયા વિસ્તાર, ભરવાડ વાસ, કોળીવાસ સહિત મફતિયાપરા, ભૈરવપરા વિસ્તારના લોકોને વર્ષોથી તંત્ર દ્વારા રોડ, રસ્તા, સફાઈ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા બારે મહિના હાલત કફોડી હોય છે. જ્યારે તંત્ર દ્વારા લખતર ગામ સહિત બહારના પરા વિસ્તારમાં અંદાજે રૃા.૧૧ કરોડના ખર્ચે નાંખવામાં આવેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઈન બંધ હોવાથી સ્થાનિક રહિશોના ઘરના પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. તેમજ નલ કે જલ યોજના અંતર્ગત રૃા.૨ કરોડના ખર્ચે નાંખવામાં આવેલી નવી પાઈપલાઈન પણ અનેક જગ્યાએ લીકેજ હોવાથી મહિલાઓને પાણી માટે હાલાકી પડી રહી છે અને માથે બેડા ઉપાડી પાણી ભરવા તેમજ કપડા ધોવા તળાવ સુધી લાંબુ થવું પડે છે.