Morbi,તા.26
ઘૂટું ગામની સીમમાં આવેલ તળાવના પાણીમાં ડૂબી જતા ૨૮ વર્ષના પરપ્રાંતીય યુવાનનું મોત થયું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે મૃતકને પત્ની સાથે ઝઘડા થતા હોય જેથી યુવાને જાતે તળાવમાં કુદી જતા ડૂબી જતા મોત થયાનું ખુલ્યું છે
ઉત્તરપ્રદેશના વતની અને હાલ મોરબીના ઘૂટું ગામની સીમમાં અંબાણી પેપરમિલની લેબર કોલોનીમાં રહેતા શ્યામ ઉર્ફે ચુનકાઈ શ્રીરામભાઈ યાદવ (ઉ.વ.૨૮) નામના યુવાનનં તળાવમાં પડતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકની દીકરી દામિની તેના મોબાઈલમાંથી અન્ય માણસોને ના પાડવા છતાં ફોન લગાડી દેતી હતી અને એ બાબતે પત્ની કિરણબેન સાથે અવારનવાર સામાન્ય ઝઘડો થતો રહેતો હતો જેથી મનોમન લાગી આવતા યુવાને પોતાની જાતે તળાવમાં ઝંપલાવી લેતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે