Jamnagar,તા ૨૬,
જામનગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી અને તેની મતગણતરી ગઈકાલે કરવામાં આવી હતી. જે દરમિયાન જામનગર તાલુકા ની ઠેબા ગ્રામ પંચાયતની એક બેઠકમાં બે ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ હતી. અને બંનેને સરખા મત મળ્યા હોવાથી વહીવટી તંત્ર દ્વારા ચિઠ્ઠી નાખીને વિજેતા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
ઠેબા ગ્રામ પંચાયતની વોર્ડ નંબર પાંચ ની ચૂંટણીમાં નિતેશ કરસનભાઈ ડોબરીયા ચૂંટણી જંગમાં ઉતર્યા હતા, અને તેનું નિશાન ટ્રેલર હતું. જયારે તેની સામેના હરીફ ઉમેદવારનું નિશાન પાણીની ટાંકી હતી.
ગઈકાલે મત ગણતરી દરમિયાન બંને ઉમેદવારોને ૮૬-૮૬ મત મળ્યા હતા, અને ટાઈ થઈ હતી ત્યારબાદ વહીવટીતંત્ર દ્વારા ચિઠ્ઠી નાખવાના નિર્ણય કર્યો હતો, અને બંને ઉમેદવારો ના નામની ચિઠ્ઠી બનાવીને વિજેતા ઉમેદવાર નક્કી કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરી હતી. જેમાં નિતેશ કરમશીભાઈ ડોબરીયા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
આમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઠેબાની વોર્ડ નંબર પાંચ ની બેઠક પર ચિઠ્ઠીના માધ્યમથી વિજેતા ઉમેદવાર નક્કી કરાયા છે.