માતાએ મોબાઇલ ઓછો વાપરવાનું કહેતા દીકરીએ વહેલી સવારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
Rajkot,તા.26
રાજકોટની યુવતી ને મોબાઈલ નો વપરાશ ઓછો કરવાની પરિવારની ટકોર નું માઠું લાગતા ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કરી લીધા નો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.શહેરના કોઠારીયા રોડ પર કેદારનાથ ગેટ પાસે ની ન્યુ સાગર સોસાયટીમાં રહેતી ઉર્વીશાબેન સલીમભાઈ માઢાંત૧૯, એ ગઈકાલે વહેલી સવારે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. આ અંગે ની વિગત મુજબ ઉર્વીશા એ રૂમમાં જઈ ગળે ફાસો ખાઈ લેતા પરિવાર એ તાત્કાલિક ૧૦૮ ને બોલાવતા તબીબોએ તપાસી ઉર્વીશાને મૃત જાહેર કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ બહેન અને એક ભાઈમાં વચલી ઉર્વીશા એ અભ્યાસ પૂરો કર્યો હતો અને ઘેર રહેતી હતી અને સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોવાથી ગઈકાલે માતાએ તેને મોબાઈલમાં સમય ઓછો બગાડવા તાકીદ કરી હતી આ ઠપકાનું માઠુ લગાડી રાત્રે મોડે સુધી પરિવાર સાથે જાગ્યા બાદ વહેલી સવારે ઊઠીને આ પગલું ભરી લીધું હતું આ અંગે ભક્તિનગર પોલીસે તપાસ કરી હતી