બારીમાંથી થુકવા બાબતે બબાલમાં હાથમાં પહેરવાના કડા જીકી દીધા
Rajkot,તા.26
રાજકોટ નજીકના મેટોડા જીઆઇડીસી માં મોડી રાત્રે બારીમાંથી થૂંકવા મુદ્દે મધ્યપ્રદેશ અને બિહારના શ્રમજીવીઓ વચ્ચે ચકમક ઝરતા મારામારીમાં ઘાયલ બે યુવાનોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મેટોડા ગેટ નંબર 3 નજીક કારખાનામાં રહેતા આશિષભાઈ યોગેશભાઈ બંસલ ૨૧, અને સુનીલ બાબુલાલ બંસલ ૨૦ રાત્રે કંપનીના રૂમમાં હતા ત્યારે નીચલા માળે રહેતા બિહારી શ્રમિકો ઉપરની બારીમાંથી કોણ થૂંકે છે?, તેમ કહી ઉપર આવ્યા હતા અને ઝઘડો કરી હાથમાં પહેરવાના કડા થી હુમલો કરી આશિષ અને સુનિલને લોહી લુહાણ કરી દીધા હતા આ અંગેમેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે