રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૭૫૫ સામે ૮૨૮૮૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૮૧૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૩૭૫૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૫૦ સામે ૨૫૩૫૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૩૫૬ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૭૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૬૪ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૬૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત બાદ આજે સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ દૂર થતાં તેમજ વૈશ્વિક સ્તરે સકારત્મક સંકેતો મળતા વૈશ્વિક અર્થતંત્ર આગામી દિવસોમાં પુન:વિકાસની પટરી પર આવવાની અપેક્ષાએ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઓઈલની ચાઈના ફરી ખરીદી કરી શકે છે, એવા કરેલા નિવેદને ક્રુડ ઓઈલના ભાવ વધુ ઘટતાં અને ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ફરી મોટી તકો ઊભી થવાની અપેક્ષાએ આજે એશીયાના બજારો સાથે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી જોવા મળી હતી.
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે ક્રૂડના ભાવમાં નોંધાયેલી તેજી હવે અટકતા યુદ્ધ વિરામની જાહેરાતથી ક્રૂડના ભાવમાં ઘટાડો તેમજ વિવિધ રેટિંગ એજન્સીઓએ વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સકારાત્મક ધોરણે આગળ વધી રહ્યું હોવાનો આશાવાદ દર્શાવતા, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ ૬%થી વધુ રહેવાની સંભાવના અને ચોમાસુ પણ સામાન્ય રહેતાં ગ્રામીણ માંગ વધવાની શક્યતા સાથે સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોએ ભારતીય શેરબજારને ટેકો મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળો વચ્ચે આજે ડોલર સામે રૂપિયો મજબૂત બન્યો છે. રૂપિયો ૨૧ પૈસા સુધરીને ૮૫.૮૭ પર ક્વોટ થઈ રહ્યો હતો, જયારે ક્રૂડ ઓઈલના ભાવમાં મજબૂતી યથાવત્ રહી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૫૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર રિયલ્ટી, આઈટી અને ફોકસ્ડ આઇટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૫૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૯૦૦ અને વધનારની સંખ્યા ૨૦૯૭ રહી હતી, ૧૫૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા સ્ટીલ ૨.૬૨%, બજાજ ફાઈનાન્સ ૨.૫૦%, ભારતી એરટેલ ૨.૪૮%, અદાણી પોર્ટ ૨.૪૬%, ઝોમેટો લિ. ૨.૪૫%, એચડીએફસી બેન્ક ૨.૧૬%, બજાજ ફિનસર્વ ૨.૦૯%, એનટીપીસી લિ. ૧.૯૨ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૯૦% વધ્યા હતા, જયારે ટ્રેન્ટ લિ. ૦.૪૦%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ૦.૩૯%, ટેક મહિન્દ્રા ૦.૩૯%, મારુતિ સુઝુકી ૦.૩૬%, ટીસીએસ લિ. ૦.૧૨%, સન ફાર્મા ૦.૦૭% અને ઇન્ફોસિસ લિ. ૦.૦૩% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૩.૪૮ લાખ કરોડ વધીને ૪૫૭.૪૮ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓ વધી અને ૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક આર્થિક, વેપાર તથા ભૌગોલિક રાજકીય અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક જળવાઈ રહ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પરિવર્તનની સ્થિતિમાં છે. અનિશ્ચિત વેપાર નીતિ અને ભૌગોલિક રાજકીય તાણમાં વધારાનો વૈશ્વિક અર્થતંત્ર સામનો કરી રહ્યું છે. સ્થાનિક સ્થળે ફુગાવો પણ ઘટી રહ્યો છે અને રિટેલ ફુગાવો મે માસમાં સતત ચોથા મહિને ટાર્ગેટ સ્તરથી નીચે રહ્યાની સાથે ૨૦૨૪-૨૫ની કૃષિ મોસમમાં સ્થાનિક સ્થળે પાકનું વિક્રમી ઉત્પાદન ખાધ્ય પદાર્થના ફુગાવાને સતત ઘટાડી રહ્યું છે.
વિશ્વના મોટા અર્થતંત્રોમાં ભારતે સૌથી વધુ વિકાસ દર હાંસલ કર્યા ઉપરાંત ટેરિફમાં કામચલાઉ સ્થગિતતા તથા વેપાર કરાર દેશની નાણાં બજારોમાં માનસને મજબૂત રાખી રહ્યા છે. હાલની વૈશ્વિક અનિશ્ચિતતાની સ્થિતિ વચ્ચે મે, ૨૦૨૫ માટેના વિવિધ હાઈ-ફ્રીકવન્સી ઈન્ડીકેટર્સ ભારતમાં ઔદ્યોગિક તથા સેવા ક્ષેત્રમાં સ્થિતિસ્થાપક સ્થિતિના સંકેત આપે છે. આરબીઆઈએ તેના જૂન બુલેટિનમાં વૈશ્વિક પડકારો અને જિઓ-પોલિટિકલ જોખમોની અનિશ્ચિતતાઓ વચ્ચે પણ દેશની આર્થિક ગતિવિધિઓ મજબૂત રહેવાના અંદાજ આપ્યા છે, ત્યારે અગામી દિવસોમાં ભારતીય શેરબજાર પર તેની પોઝીટીવ અસર જોવા મળી શકે છે.
તા.૨૭.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…
- તા.૨૬.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૫૬૧૫ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૨૫૪૦૪ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૫૬૭૬ પોઈન્ટ થી ૨૫૭૩૭ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૪૭૪ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!
હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ
- અદાણી પોર્ટ્સ ( ૧૪૩૪ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૪૦૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૮૮ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૫૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
- ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૭૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૧૬૦ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૨૦૮ થી રૂ.૧૨૧૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
- ઓરબિન્દો ફાર્મા ( ૧૧૩૧ ) :- રૂ.૧૧૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૦૮૮ બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૧૪૭ થી રૂ.૧૧૬૦ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
- જેએસડબ્લ્યૂ સ્ટીલ ( ૧૦૩૭ ) :- આયર્ન એન્ડ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૫૩ થી રૂ.૧૦૬૦ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૯૯૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અદાણી ગ્રીન ( ૯૯૯ ) :- રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા પાવર જનરેશન સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૯૬૦ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૦૨૩ થી ૧૦૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- હેવેલ્સ ઇન્ડિયા ( ૧૫૮૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૬૦૬ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૭૦ થી રૂ.૧૫૪૪ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૨૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૫૦૦ ) :- રૂ.૧૫૩૪ આસપાસ ટેકનિકલ ગ્રાફ મુજબ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૫૪૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૮૪ થી રૂ.૧૪૭૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૪૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
- વોલ્ટાસ લિ. ( ૧૩૨૪ ) :- હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૮ ના ભાવની આસપાસ ટેકનિકલ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
- ભારત ફોર્જ ( ૧૨૮૯ ) :- ઓટો કમ્પોનન્ટ્સ અને ઇક્વિપ્મેંટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૩૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૭૩ થી રૂ.૧૨૬૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૨૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એક્સીસ બેન્ક ( ૧૨૩૮ ) :- રૂ.૧૨૫૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૬૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૧૨૨૩ થી રૂ.૧૨૦૮ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૭૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!