Surendranagar,તા.27
સાણંદ તાલુકાના લોદરીયાળ ગામે સ્થાનિક પોલીસને ઉંઘતી ઝડપી એલસીબી પોલીસે દરોડો પાડી જુગારની બાજી માંડી બેઠેલા નવ શકુની ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૃ.૫૨ હજાર સહિતનો ૯૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા સાણંદ તાલુકાના લોદરીયાળ ગામમાં ખેંગારભાઇ નાગરભાઇ પરમારના મકાનમાં કેટલાક શખ્સો ભેગા થઇને જુગાર રમે છે. જેથી પોલીસે બાતમીવાળા સ્થળે પોલીસે દરોડો પાડી જુગાર રમાતા (૧) ખેંગારભાઇ ઉર્ફે લાખો નાગરભાઇ પરમાર (રહે. લોદરીયાળ ગામ, તા.સાણંદ), (૨) શંભુભાઇ પ્રભુભાઈ કો.પટેલ (રહે. મેલાસણા ગામ, તા.સાણંદ), (૩) સવઘણભાઇ કાનજીભાઇ કો.પટેલ (રહે. કોદાળીયા ગામ, તા.સાણંદ), (૪) સંજય બળદેવભાઇ ગોહીલ (રહે, જુવાલ ગામ, તા.સાણંદ), (૫) રમેશભાઇ જગમલભાઇ વાઘેલા (રહે. સીસા ગામ), (૬) વિક્રમભાઈ કમશીભાઇ સોલંકી (રહે. માણકોલ ગામ, તા.સાણંદ), (૭) રવિભાઇ મનસુખભાઇ કો.પટેલ (રહે. લોદરીયાળ ગામ, તા.સાણંદ), (૮) વિષ્ણુભાઇ ગોવિંદભાઇ કો.પટેલ (રહે. લોદરીયાળ ગામ,તા.સાણંદ), (૯) પ્રવિણભાઇ સાગરભાઇ કો.પટેલ (રહે. લોદરીયાળ ગામ, તા.સાણંદ)ને પકડી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૃ.૫૨,૮૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૃ. ૯૩,૩૦૦ના મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.