સાંઢીયા પુલ નજીક રિક્ષા અને 24 બોટલ ml8 81200 ના મુદ્દામાલ કબજે કર્યો
Rajkot,તા.27
શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ નજીક ભારત પેટ્રોલિયમ પાસેથી પીસીબી એ રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા
કેટરર્સના ધંધાર્થીને ઝડપી લઇ રૂપિયા 31200 ની કિંમતની 24 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લઇ દારૂ અને વાહન મળી 81 200 નો મુદ્દામાંલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂ અને જુગારની બધી ડામી દેવા પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર જાય આપેલી સૂચનાને પગલે પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ગોંડલીયા અને એમ જે હુંણ સહિતના સ્ટાફે પેટ્રોલિંગમાં હાથ ધર્યું હતું ત્યારે શહેરના જામનગર રોડ ભોમેશ્વર વાડી રહેતો ધર્મેશ ઉર્ફે ધમો અશોક સીતાપરા નામનો કોળી શખ્સ જીજે 18 એવી એવી 2420 નંબરની ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળ્યો હોવાની હેડ કોન્સ્ટેબલ કીરતસિંહ ઝાલા ને મળેલી બાતમીના આધારે સ્ટાફ સાંઢિયા પુલ નજીક ભારત પેટ્રોલિયમ પાસે વોચ ગોઠવી હતી ત્યારે પૂરપાટ ઝડપે નીકળેલી ઉપરોક્ત નંબરની રીક્ષા ને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂપિયા 31200 ની કિંમત ના 24 બોટલ દારૂ સાથે ધર્મેશ ઉર્ફે ધમો સીતાપરા ની અટકાયત કરી દારૂ અને વાહન મળી 81 200 મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા શખ્સ આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો તો કોને પહોંચાડવાનો હતો તે મુદ્દે વિશેષ તપાસ વાલજીભાઈ જાડા ચલાવી રહ્યા છે