વકીલ મામાએ પોતાને ત્યાં આવેલો અમદાવાદના યુવક નું ઉપરાણું લઈ મારામારી
Rajkot,તા.27
આજીડેમ વિસ્તારમાં શ્યામ કિરણ સોસાયટી માં રહેતા ખાનગી બેકના કર્મચારી પર વકીલ પરિવારે લોખંડના પાઇપ થી હુમલો કરી માર મારવાનો બનાવ નોંધાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મહિકા શ્યામ કિરણ સોસાયટીમાં રહેતા અને આઈ સી આઈ સી આઈ બેંકમાં નોકરી કરતા સંજયભાઈ મગનભાઈ લુણાસિયા ૨૮ ગઈકાલે રાત્રે ૧૦/૩૦ વાગે ઘેર હતા ત્યારે ઘર પાસે જ રહેતા સંજય મગનભાઈ લુણસિયા વકીલ અને તેના બે ભાણેજ રાકેશ સહિતના લોકોએ સંજયભાઈ પર પાઇપ વડે હુમલો કરતા માથું ફાટી ગયું હતું અને શરીરમાં ઇજા સાથે સિવિલ હોસ્પિટલ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા, આ મારામારી ના કારણોમાં હોસ્પિટલના બીછાનેથી સંજયભાઈ લુણસિયાએ જણાવ્યું હતું કે ઘર પાસે જ રહેતા સાગઠીયાહસમુખ નો અમદાવાદ થી રહેવા આવેલ ભાણેજ રાકેશ ,સંજયભાઈ ની પત્ની પાછળ પડી ગયો હોય ઘર સામે ઉભો રહીને મોબાઈલ બતાવી ઈશારા કરતો હોય આ અંગે સંજયભાઈએ રાકેશને ઠપકો આપ્યો હતો અને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો આ બાબતનો ખાર રાખીને હસમુખ વકીલ અને તેના પરિવારજનોએ હુમલો કર્યો અને મારામારીમાં ચેન અને રોકડ ની લૂંટ નો આક્ષેપ કર્યો હતો આ અંગે આજી ડેમ પોલીસે તપાસ હાથ ધરી છે