શ્રમજીવી પરિવાર ના બાળકને સ્થાનિક ડોક્ટરે એમ્બ્યુલન્સ મારફત રાજકોટ રીફર કર્યો ..તો
Rajkot,તા.27
મેટોડા ના જીઆઇડીસી માં રહેતા બિહારના શ્રમજીવી પરિવારની દસ વર્ષના બાળકનું તાવની બે દિવસથી બીમારી બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મેટોડા ગેટ ૩ નજીક એનએસ લેઝર કારખાનાની ઓરડી માં રહેતા મૂળ બિહારના સીતા મઢીના વતની અમિત માયાભાઇ કાપર ઉંમર વર્ષ૧૦ ને બે દિવસ સુધી સામાન્ય તાવ આવતા 23 તારીખે મેટોડા માં સ્થાનિક ડોક્ટરને તબિયત બતાવતા એમ્બ્યુલન્સ મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ જનાના વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો.
તાવમાં બે દિવસ સુધી બેભાન રહેલા અમિત માયા કાપર૧૦ નું આજે સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અમિત પરિવાર ના બે ભાઈ બે બહેનોમાં સૌથી નાનો હતો પિતા કારખાનામાં મજૂરી કામ કરતા હોય સામાન્ય તાવ ની બીમારીમાં નાના પુત્રના મૃત્યુથી પરિવારમાં ભારે આકરંદ છવાયું હતું