Jamkandorana,તા.27
જામકંડોરણા તાલુકાના ચાવંડી ગામે આવેલા રામ મંદિર નજીક જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમી જામકંડોણાપોલીસને મળી હતી. પોલીસે ચાવંડી ગામે જુગારનો દરોદો પાડી, જુગાર રમતા રાજદીપસિંહ મનુભા પરમાર, ભીખુભા બાલુભા ચુડાસમા, બાલુ લક્ષ્મણભાઈ મોઢવાડિયા, વિનોદ હરિભાઈ બાબરીયા, દિપક બાબુભાઈ પરમાર, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર અને ભિખારી ભાઈ મકવાણા નામના શખ્સોને, રૂ. ૧૨ હજારની રોકડ સાથે ઝડપી લીધા છે.