New York તા.21
ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાયેલી ફિફા વર્લ્ડ કપ ફાઇનલ મેચ માત્ર ફૂટબોલનો સૌથી મોટો સંગ્રામ જ નહીં, પરંતુ રમતગમતની દુનિયાની સૌથી મોંઘી ઇવેન્ટ્સમાંથી પણ એક બની ગઈ હતી. મેચના થોડા કલાકો પહેલાં ટિકિટોના ભાવ આસમાને પહોંચી ગયા હતા.
રિસેલ પ્લેટફોર્મ્સ પર સામાન્ય ટિકિટો પણ લાખો રૂપિયામાં વેચાઈ રહી હતી, જ્યારે જિીંબઇીંબ જેવા પ્લેટફોર્મ પર પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટોનો ભાવ રૂ।.67 લાખથી વધુ બોલાઈ રહ્યો હતો.
પરંતુ લક્ઝરી કન્સિયર્જ સર્વિસ ’નાઇટ્સબ્રિજ સર્કલ’ દ્વારા વેચવામાં આવેલાં એક વિશેષ ફાઇનલ એક્સપિરિયન્સ પેકેજે તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હતાં, જેની કિંમત 4 મિલિયન (આશરે રૂ।.38.51 કરોડ) હતી.
આ સુપર-લક્ઝરી પેકેજમાં મેચની VIP ટિકિટો, પ્રાઇવેટ જેટની મુસાફરી, શાનદાર રોકાણ અને પર્સનલાઇઝ્ડ હોસ્પિટાલિટી સેવાઓનો સમાવેશ થતો હતો. ફેન્સમાં અભૂતપૂર્વ ક્રેઝ હોવાને કારણે આ ફાઇનલે મોંઘા સ્પોર્ટિંગ ઇવેન્ટ્સના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતાં.

