Washington,તા,21
અમેરિકા જે રીતે તૈયારીઓ કરી રહ્યું છે તે ઉપરથી લાગે છે કે, આ વખતે ઈરાન-અમેરિકા યુદ્ધ શરૂ થશે તો તે પહેલાથી પણ વધુ ભીષણ હશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલમાં પોતાનાં રીફયુસેલિંગ એરક્રાફટસ તૈનાત રાખ્યાં છે.ઈરાન-અમેરિકા વચ્ચે સમજૂતી સધાવાની તમામ કોશીશો પછીએ બંને દેશો યુદ્ધ તૈયારીઓમાં વ્યસ્ત છે. એક તરફ અમેરિકા રીફયુસેલિંગ એરક્રાફટસ ઇઝરાયલ મોકલી રહ્યાં છે, તો બીજી તરફ ઇરાને પણ કમર કસી છે. ટ્રમ્પે તો ખુલ્લેઆમ કરી દીધું છે કે, ઈરાન સમજૂતી માટે ટેબલ પર આવ્યું નથી, તેથી તેની સામે પ્રચંડ સૈન્ય કાર્યવાહી અનિવાર્ય બની છે.
છેલ્લાં સાત દિવસથી અમેરિકા ઈરાન ઉપર સતત હુમલા કરી રહ્યું છે. તે હુમલામાં તેના પૂલો, એરપોર્ટસ અને બંદરગાહો સર્વિલિયન્સ ટાવર્સ અને સરકારી ઇમારતોને નિશાન બનાવવામાં આવ્યાં છે.મંગળવારે સિચ્યુએશન રૂમમાં મળેલી બેઠક દરમિયાન ટ્રમ્પે સેનાના ઉચ્ચત્તમ અધિકારીઓ સમક્ષ તેઓની યોજના જણાવી હતી. જોકે હજી તેઓએ કોઈ આખરી નિર્ણય તો લીધો નથી છતાં તેટલું તો નિશ્ચિત લાગે છે કે, આગામી દિવસોમાં તેઓ પ્રચંડ હુમલા માટે આદેશ આપશે. અત્યારે અમેરિકા, હોર્મૂઝ આસપાસ અને એનર્જી પ્લાંટને નિશાન બનાવી રહ્યું છે.
આ અંગે પ્રાપ્ય રિપોર્ટસ જણાવે છે કે જે પરમાણુ સંસ્થાનોને અમેરિકાએ ગત જૂન માસમાં તબાહ કર્યા હતા, તેને ઈરાને ફરી દુરસ્ત કરી નાખ્યા છે. જાણકારો કહે છે કે, અમેરિકા ફરી તેની ઉપર હુમલા કરશે. જોકે, આ વખતે ઈરાને તેના યુરેનિયમ ભંડારોને પહેલાં કરતાં એ ઘણા ઊંડે છુપાવી દીધા છે. જેથી અમેરિકા ત્યાં સુધી પહોંચી ન શકે, અને તેને નષ્ટ ન કરી શકે. એક્સિયસના જણાવ્યા પ્રમાણે અમેરિકાની રણનીતિ તેવી છે કે, તે ઈરાનને ઝૂકાવવા અને હોર્મૂઝ ખોલાવવા માટે તેને ભારે નુકસાન કરવા માગે છે.
ધી-વોલ-સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલામાં ઉપ-પ્રમુખ જે.ડી. વાન્સ, ડીફેન્સ સેક્રેટરી પીટ હેગ સેથ, વિદેશમંત્રી માર્કો રૂબિયો અને ત્રણે સેના પ્રમુખો સાથે મંત્રણા કરી તેઓની સલાહ લઈ રહ્યાં છે.જાણકારો કહે છે કે તેલ-અવીવમાં બેન-ગુરીયન એરપોર્ટ ઉપર અમેરિકાનાં ૩૦ રીફયુસેલિંગ એરક્રાફટ તૈયાર છે. તેટલાં જ દક્ષિણ ઇઝરાયલમાં પણ તૈનાત છે.
ઇઝરાયલી અધિકારીઓનું કહેવું છે કે, આગામી સમયમાં ડઝનબંધ યુદ્ધ-વિમાનો અહીં આવી જશે. એરિયલ રીફયુસેલિંગ એરક્રાફટ યુદ્ધ વિમાનને હવામાં જ ઇંધણ પહોંચાડી શકે છે.યુદ્ધ વિમાનો હુમલા કરતા હોય ત્યારે પણ તેને ઇંધણ મળી શકે છે.અત્યારે તો બંને એકબીજા ઉપર હુમલા કરી રહ્યાં છે. અંતરિમ યુદ્ધ વિરામ તૂટયા પછી હવે આ યુદ્ધ જલ્દી સમાપ્ત થવાની કોઈ શક્યતા દેખાતી નથી

