Morbi,તા.30
લીલાપર રોડ પર આવેલ કારખાનામાં રહીને કામ કરતી ૨૫ વર્ષની પરિણીતા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મૂળ ઓરિસ્સાના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલ ગુરુકૃપા ટાઈલ્સ કટિંગ કારખાનામાં રહીને કામ કરતા રશ્મિકાબેન બલરામભાઈ ગીરી (ઉ.વ.૨૫) નામની પરિણીતા ગત તા. ૨૯ જુનના રોજ પોતાના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૃતકનો લગ્નગાળો છ વર્ષનો હોવાનું અને સંતાનમાં એક બાળક હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે