Jamnagar,તા.30
જામનગર માં આજે વેહલી સવારે, નૂરી ચોકડી નજીક આવેલી નાગમતી નદી ના બેઠા પૂલ પર માહી ડેરી નો ટ્રક ખાડા માં ફસાઇ ગયો હતો. આ ટ્રક માં માહી ડેરી નો સમાન ભરેલો હતો. ટ્રક નજીક ના કાચા રસ્તા પરથી નીકળતાં જે જમીન પોચી હોવાથી ગારા – કીચડ માં ફસાયો હતો. આખરે જે સી.બી ને બોલાવવાની ફરજ પડી હતી. અને જેસીબી થી ધક્કો મારી ટ્રક બહાર કાઢવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, આ નાગમતી નદીના બેઠા પૂલ પર મોટા વાહન ને પ્રતીબંધ છે, છતાં પણ મોટા વાહન ત્યાં થી પસાર થતા હોય છે. તંત્ર કુંભકર્ણની નિંદ્રા માંથી જાગશે અને મોટા વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરશે કે નહીં તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.