Jamkandorana,તા.30
જામકંડોરણા તાલુકાની શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી તાલુકાની ઉજળા પ્રાથમિક શાળા ખાતે જીલ્લા કક્ષાના અધિકારી ડો. સમીર ગઢીયા, ફોરેસ્ટર જોગરાજીયા, લાઈઝન અધિકારી હિતેશભાઈ દેથડીયા, હનીફભાઈ ઓડીયાએ હાજરી આપી બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ તકે બંધિયા તથા ઉજળા પ્રાથમિક શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું જયારે સાજડીયાળી પ્રાથમિક શાળામાં જીલ્લા મત્સ્ય અધિકારી ગોહિલ સાહેબ, ગોવિંદભાઈ રાણપરીયા, જીલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત તથા તાલુકા ભાજપના હોદેદારોએ બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો આ તકે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ તેમજ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું