Morbi,તા.30
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથક ખાતે લોક દરબાર યોજાયો હતો જોકે લોક દરબારમાં જે લોક શબ્દ હતો તેનો છેદ ઉડી ગયેલ જોવા મળ્યો હતો કારણકે લોક દરબાર યોજાનાર છે તેવી અગાઉ કોઈપણ જાહેરાત પોલીસ દ્વારા કરવામાં આવી ના હતી જેથી અરજદારો લોક દરબારનો લાભ લઇ શક્યા ના હતા
મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આજે ઓચિંતો જ લોક દરબાર યોજાયો હતો અગાઉ કોઈજાતની જાણ કર્યા વિના ઓચિંતા પોલીસે કેટલાક લોકોને ફોન પર જાણ કરી લોક દરબાર યોજ્યો હતો તેવી માહિતી સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે પોલીસે લોક દરબાર અંગે લોકોને જાણ કરી ના હતી જેથી અરજદારો લોક દરબારના લાભથી વંચિત રહી ગયા હતા લોક દરબારમાં ટ્રાફિક સમસ્યા, પાર્કિંગ સહિતના પ્રશ્નો ઉઠયા હતા મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુના સામાન્ય બની ગયા છે અને લોક દરબાર અંગે લોકોને જાણ કરવામાં નહિ આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે