Ahmedabad,તા.૨૧
Ahmedabadમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરાએ લાંચ વિરોધી કાર્યવાહી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આરોપીએ પ્રોપર્ટી ટેક્સ બિલમાં કબ્જેદાર તરીકે નામ દાખલ કરવાની અરજી મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હતી.
એસીબી પાસેથી મળતી માહિતી મુજબ, ફરિયાદીએ પોતાના મકાનના પ્રોપર્ટી ટેક્સ બિલમાં કબ્જેદાર તરીકે નામ નોંધાવવા ટેક્સ વિભાગમાં અરજી કરી હતી. આ અરજીની કાર્યવાહી કરવા બદલ ટેક્સ મધ્યઝોન, પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક જય દિનેશ કુલકર્ણીએ કુલ ૫,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી પાસેથી આરોપીએ અગાઉ ૩,૦૦૦ મેળવી લીધા હતા અને બાકીના ૨,૦૦૦ થોડા દિવસમાં આપવા જણાવ્યું હતું. જોકે ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે છઝ્રમ્નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે છઝ્રમ્એ ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કર્યા બાદ ૨,૦૦૦ની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે એસીબીની ટીમે દાણાપીઠ સ્થિત એએમસી સ્ટાફ કેન્ટીન ખાતે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
એસીબીએ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

