Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી

    July 21, 2026

    Rajkot મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    July 21, 2026

    Ahmedabadના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

    July 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી
    • Rajkot મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી
    • Ahmedabadના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથે ઝડપાયો
    • Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
    • Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો ૪ મહિલા સહિત ૮ પકડાયા
    • Amreli જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ’સ્નેહનું સંભારણું’નું ભવ્ય આયોજન
    • Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ
    • Jamnagarમાં ફૂડ વિભાગની તવાઈઃ ૪૧ પેઢીઓની તપાસ, ૬૮ કિલો વાસી ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, July 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી
    રાજકોટ

    Rajkot મનપાની જનરલ બોર્ડ બેઠકમાં ગરમાયો માહોલ, કોંગ્રેસ-વિજિલન્સ વચ્ચે ઝપાઝપી

    Vikram RavalBy Vikram RavalJuly 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૧

    Rajkot મહાનગરપાલિકાની નવનિયુક્ત શાસક પાંખની બીજી જનરલ બોર્ડ બેઠક શરૂ થાય તે પહેલાં જ મનપા કચેરીમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટમાં થયેલા વિલંબ, જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ નોંધાવવા બેનરો સાથે સભાખંડમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા વિજિલન્સ ટીમે તેમને રોક્યા હતા. જેના કારણે બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી સર્જાઈ હતી.

    વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે શહેરના અનેક વિકાસકાર્યો વર્ષોથી માત્ર બજેટમાં જ દર્શાવવામાં આવે છે, પરંતુ જમીન પર તેનું અમલીકરણ થતું નથી. ખાસ કરીને આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છેલ્લા દસ વર્ષથી ચર્ચામાં હોવા છતાં હજુ સુધી પૂર્ણ ન થતાં કોંગ્રેસના કોર્પોરેટરોએ સત્તાધીશો અને તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા. ઇન્ટરસેપ્ટર લાઇન માટે કરાયેલા ખર્ચ અને અટવાયેલા વિકાસકાર્યો અંગે પણ સ્પષ્ટતા માંગવામાં આવી હતી.

    બેઠક દરમિયાન જંગલેશ્વર વિસ્તારમાં કરવામાં આવેલી ડિમોલિશન કામગીરી પાછળ થયેલા આશરે રૂ. ૨.૭૨ કરોડના ખર્ચ પર પણ ગંભીર ચર્ચા થઈ હતી. કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ ટેબલ ભાડા, જમવાના ખર્ચ, પીવાના પાણી, વીડિયોગ્રાફી સહિતના વિવિધ ખર્ચને લઈને પારદર્શિતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે સમગ્ર ખર્ચની તપાસ કરીને જો ગેરરીતિ થઈ હોય તો જવાબદાર અધિકારીઓ પાસેથી વસૂલાત કરવાની માંગ કરી હતી.

    જનરલ બોર્ડમાં માત્ર વિપક્ષ જ નહીં પરંતુ ભાજપના કોર્પોરેટરોએ પણ પ્રજાલક્ષી પ્રશ્નો પર તંત્રને આડે હાથ લીધું હતું. શહેરમાં દૂષિત પાણી, પાણીના ઓછા ફોર્સ, ગંદકી, ડ્રેનેજ અને સફાઈ જેવા મુદ્દાઓ પર અનેક કોર્પોરેટરોએ એકસાથે અસંતોષ વ્યક્ત કર્યો હતો. પાણીની સમસ્યાને લઈને અધિકારીઓના જવાબોથી સભ્યો સંતુષ્ટ ન થતાં મેયરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

    ગેરકાયદે મટન અને અન્ય નોનવેજ વસ્તુઓના ખુલ્લા વેચાણનો મુદ્દો પણ બેઠકમાં ભારે ગાજ્યો હતો. ભાજપના કોર્પોરેટરોએ આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવી નિયમિત ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અધિકારીઓએ કાર્યવાહી થતી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કોર્પોરેટરો તેમના જવાબોથી સંતુષ્ટ દેખાયા નહોતા.

    શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં પાર્કિંગના દુરુપયોગ અને ટીપી પ્લોટ્‌સ પરના ગેરકાયદે દબાણનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. તંત્રે સ્વીકાર્યું હતું કે ટીપીના ૨૬૮ પ્લોટ પર દબાણ છે. કોર્પોરેટરોએ આ મામલે લાંબા સમયથી કાર્યવાહી કેમ થઈ નથી તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. ખાનગી સોસાયટીઓમાં ડ્રેનેજ સફાઈ, પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરની સફાઈ વ્યવસ્થા અંગે પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. મેયરે અધિકારીઓને વરસાદ પહેલાં બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અને સફાઈ માટે વિશેષ અભિયાન શરૂ કરવાની સૂચના આપી હતી. બેઠકના અંતે મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે જનરલ બોર્ડમાં કુલ ૬૧ પ્રશ્નો રજૂ થયા હતા અને દરેક પ્રશ્ન પર વિગતવાર ચર્ચા થઈ રહી છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ચૂંટણી બાદ તમામ કોર્પોરેટરોનો મુખ્ય હેતુ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે અને જ્યાં અધિકારીઓના જવાબ સંતોષકારક નહીં હોય ત્યાં તંત્ર સામે કડક વલણ અપનાવવામાં આવશે. તેમણે તમામ પ્રાથમિક સેવાઓ જેમ કે પાણી, સફાઈ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ અંગે ઝડપી કામગીરી માટે અધિકારીઓને જવાબદાર બનાવવાની ખાતરી પણ આપી હતી.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે Rajkot ડિવિઝનના ૦૮ રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    July 21, 2026
    રાજકોટ

    સતત વરસાદી માહોલથી Rajkotનું બપોરનું તાપમાન માત્ર 26.8 ડિગ્રી નોંધાયુ

    July 21, 2026
    રાજકોટ

    Junagadh ના મ્યુનિ. કમિશ્નર પ્રભાવ જોશી સહિત 28 IAS અધિકારીઓની બદલી

    July 21, 2026
    રાજકોટ

    Rajkot: જમીનના વિવાદમાં ભત્રીજાએ બે કાકાની કરી હત્યા

    July 20, 2026
    રાજકોટ

    Rajkot: વિરાણી હાઈસ્કૂલ ખાતે પરિસંવાદ ક ક્રિએટિવિટીનો ક સંપન્ન

    July 20, 2026
    રાજકોટ

    રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે Rajkot ડિવિઝનના ૦૮ રેલ કર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી

    July 21, 2026

    Ahmedabadના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

    July 21, 2026

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026

    Junagadhના મધુરમ વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો ૪ મહિલા સહિત ૮ પકડાયા

    July 21, 2026

    Amreli જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ’સ્નેહનું સંભારણું’નું ભવ્ય આયોજન

    July 21, 2026

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026
    Search
    Main News

    Afghanistan માં અચાનક પૂરથી ૨૦ લોકોના મોત, ૧૦૦ થી વધુ ગુમ; બચાવ કામગીરી ચાલુ

    July 21, 2026

    Netanyahu ન્યૂ યોર્ક પહોંચતા જ તેમની ધરપકડ કરવામાં આવશે ,ટ્રમ્પે મમદાનીના નિવેદન પર વળતો પ્રહાર કર્યો

    July 21, 2026

    Andy Burnham યુકેના નવા વડા પ્રધાન બન્યા, રાજા ચાર્લ્સને મળ્યા બાદ પદ સંભાળ્યું

    July 21, 2026

    America માં પહેલી વાર ભણાવશે એઆઈ રોબોટ ; કિંમત 50 લાખ

    July 21, 2026

    અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની ભીષણ તૈયારીઓ ચાલી રહી છે: Donald Trump

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજે ‘રાષ્ટ્રીય કેરી દિવસ’: ફળોનો ‘રાજા’ અને પોષણનો ‘ખજાનો’ કેરી

    July 21, 2026

    Ahmedabadના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા એક જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગેહાથે ઝડપાયો

    July 21, 2026

    Junagadh: બાંટવા પંથકમાં ૧૫ વર્ષીય પરણિતાનો ગળાફાંસો ખાઇ આપઘાત

    July 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.