New Delhi,તા.૩૦
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા આસામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા શાખાના ભૂતપૂર્વ મેનેજર સામે ગેરકાયદે સંપત્તિ રાખવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર ૮૦ લાખ રૂપિયાથી વધુની ગેરકાયદે સંપત્તિ રાખવાનો આરોપ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે કરીમગંજ સ્થિત એસબીઆઈ રામકૃષ્ણનગર શાખાના ભૂતપૂર્વ શાખા મેનેજર પિંકુ કુમાર પહેલાથી જ બીજા કેસમાં તપાસનો સામનો કરી રહ્યા છે. તેમના પર બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોન મંજૂર કરવા સંબંધિત કરોડો રૂપિયાના કૌભાંડમાં કથિત સંડોવણીનો આરોપ છે.
સીબીઆઈ ની શિલોંગ સ્થિત ભ્રષ્ટાચાર વિરોધી શાખા એ પ્રારંભિક તપાસકર્તા તરફથી ફરિયાદ મળ્યા બાદ ૨૭ જૂને પિંકુ કુમાર સામે અપ્રમાણસર સંપત્તિનો નવો કેસ નોંધ્યો હતો. એવો આરોપ છે કે પિંકુ કુમારે ૧ એપ્રિલ ૨૦૧૯ થી ૨૭ માર્ચ ૨૦૨૫ ના સમયગાળા દરમિયાન જાણી જોઈને ગેરકાયદેસર રીતે પૈસા કમાઈને ગુનાહિત ગેરવર્તણૂક કરી હતી. ઝ્રમ્ૈં હ્લૈંઇ માં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન, તેમની પાસે તેમની આવક કરતાં ૯૯.૨૦ લાખ રૂપિયા ની નાણાકીય સંપત્તિ હોવાનું જાણવા મળ્યું હતું, જેનો તેઓ સંતોષકારક રીતે હિસાબ આપી શક્યા ન હતા.
ગુનાહિત ગેરવર્તણૂકના કેસમાં હાથ ધરવામાં આવેલી પ્રાથમિક તપાસની નોંધ લેતા,સીબીઆઈ એ જણાવ્યું હતું કે ફરિયાદમાં પિંકુ કુમાર વતી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ (સુધારેલ ૨૦૧૮) ની કલમ ૧૩ (૨) કમ ૧૩ (૧) (બી) હેઠળ સજાપાત્ર ગુનાઓનો ખુલાસો કરવામાં આવ્યો છે. કાયદાની કલમ ૧૩ જાહેર સેવકો દ્વારા કરવામાં આવતા ગુનાહિત ગેરવર્તણૂકના વિવિધ સ્વરૂપોને વ્યાખ્યાયિત કરે છે. આમાં વ્યક્તિના પદનો દુરુપયોગ, મિલકતનો દુરુપયોગ અથવા આવકના જાણીતા સ્ત્રોતોથી વધુ સંપત્તિ ધરાવવાનો સમાવેશ થાય છે.
માર્ચની શરૂઆતમાં, સીબીઆઈએ પિંકુ કુમાર સાથે બે બ્રોકર્સ સુમેન પોલ અને જાદબ પોલનું પણ અલગ અલગ ભ્રષ્ટાચારના કેસોમાં નામ આપ્યું હતું. આ બંને કેસોમાં, ફેડરલ એજન્સી દ્વારા દરોડામાં ૪૮૧ ગ્રામ સોનું, ૧૧.૧૧ ગ્રામ હીરા જડિત ઘરેણાં અને ૧,૦૯૨ ગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી હતી. સીબીઆઈ તપાસમાં જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ બેંક મેનેજરે બે બ્રોકર્સ સાથે કાવતરું રચ્યું હતું અને કથિત રીતે બનાવટી કાગળોના આધારે લોન મંજૂર કરી હતી, જેના કારણે એસબીઆઈને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.