Himachal,તા.1
જીલ્લામાં સોમવારની રાત્રે અને મંગળવારે વહેલી સવારે વાદળ ફાટવાની ઘટનાઓથી ભારે તબાહી મચી છે. કરસાંગ સરાજ અને ધર્મપુર ઉપમંડળોમાં આસમાની કહેરથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે.
કરસાંગમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે. જયારે અનેક ઘર, ગૌશાળાઓ અને વાહનો કાટમાળમાં દબાઈને તબાહ થઈ ગયા છે.આટલુ જ નહિં 30 થી વધુ લોકો લાપતા બન્યા છે.
ભારે વરસાદ અને ભુસ્ખલનનાં કારણે કેતરપુર, મનોલી ફોરલેન પુરી રીતે બંધ થઈ ગયો છે. જેથી વાહન વ્યવહારને અસર પડી છે. આથી સેંકડો લોકો સુરંગો અને રસ્તા પર ઠેરઠેર ફસાઈ ગયા છે.પ્રસાશન તરફથી તેમને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ છે.
આગામી 48 કલાક સુધીમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. જેથી પ્રશાસન સતર્ક થઈ ગયુ છે. ભારે વરસાદના કારણે લારજી અને પંડોહ ડેમનાં દરવાજા ખોલવા પડયા છે. કારણ કે બિયાસ નદીનું સ્તર સતત વધી રહ્યું છે.
મંડીમાં ગંભીર સ્થિતિ
મંડી શહેરમાં ગંભીર સ્થિતિ બની છે.જાનેહડા પાસે એક નાલામાં અવરોધ પેદા થવાથી પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. કુલુ જીલ્લાનાં સ્યાજમાં 9 લોકો તણાઈ ગયાના ખબર છે. મુખ્યમંત્રી સુખવિદંરસિંહ મંડીની હાલત પર ચિંતા વ્યકત કરી ત્વરીત રાહત પહોંચાડવાનો નિર્દેશ આપ્યા છે.