Surendranagar,તા.01
ચોટીલા પ્રાંત અધિકારી અને ટીમે મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામની સરકારી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વિરાભાઈ જોગરાણાને ઝડપી પાડાયા છે અને આ મામલે સ્થાનીક રાજકારણમાં પણ ગરમાવો વ્યાપી ગયો છે. તંત્રની ટીમે ટ્રેક્ટર, ગેરકાયદે કાર્બોસેલનો જથ્થો સહિત રૃ.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરી સરકારી મિલ્કતને મોટાપાયે નુકસાન પહોંચાડતા હોવાનું ધ્યાને આવતા રતાભાઇને ઉપસરપંચના હોદ્દા પરથી નિયમો મુજબ હટાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.