Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026

    ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson

    July 22, 2026

    મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત
    • ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
    • મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો
    • PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય
    • India-Bangladesh ક્રિકેટ સંબંધો સુધારવા `Sports Diplomacy
    • Afghanistan ક્રિકેટમાં મોટો ફેરફાર : હશમતુલ્લાહ શાહિદીએ વનડે કેપ્ટનશીપ છોડી
    • Rohit Sharma`ધ હન્ડ્રેડ’માં MI ની ફ્રેન્ચાઇઝીને સપોર્ટ કરવા પહોંચ્યા, ટીમે મેળવી ભવ્ય જીત
    • Glasgow 2026 Commonwealth Games : 125 ભારતીય ખેલાડીઓ તૈયાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson
    ખેલ જગત

    ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.22

    સંજુ સેમસને ટી-20 વર્લ્ડકપ 2026 ( T20 World Cup 2026)માં ભારત માટે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ સંજુને વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં રમવાની તક મળી નહોતી. જે બાદ રોહિત શર્માએ તેમની હિંમત વધારતા એક મોટી ભવિષ્યવાણી કરી હતી, જે આખરે સાચી સાબિત થઈ. T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીતીને ભારતીય ટીમે ઇતિહાસ રચી દીધો હતો. હવે ભારત દુનિયાની પહેલી એવી ટીમ બની ગઈ છે, જેણે સતત 2 વાર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી પોતાના નામે કરી છે. વર્ષ 2024માં રોહિત શર્માએ ટી-20 વર્લ્ડકપ જીતીને ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો. તો વર્ષ 2026માં સૂર્યકુમાર યાદવે ટ્રોફી જીતવામાં સફળતા હાસલ કરી, જેમાં ભારતની આ જીતના સૌથી મોટા હીરો સંજુ સેમસન રહ્યા હતા.ટી-20 વર્લ્ડકપ પહેલા ન્યૂઝિલેન્ડ સામે 5 મેચની T-20 સિરીઝ રમાઈ હતી. તે સિરીઝમાં વિકેટ કિપર બેટ્સમેન સંજુ સેમસન પૂરી રીતે ફ્લોપ રહ્યા હતા. આમ છતાં, તેમને ટી-20 વર્લ્ડકપ 2026ની ટીમમાં સામેલ કરવામાં આવ્યા. જોકે, શરૂઆતની મેચોમાં તેમને રમવાની તક ન મળી, પરંતુ જ્યારે તેમની ટીમમાં વાપસી થઈ, ત્યારે તેમણે દમદાર પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું.શરૂઆતની મેચોમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રહ્યા પછી, પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ સંજુને આશ્વાસન આપ્યું હતું કે, તેમનો સમય ચોક્કસ આવશે. પરંતુ રોહિત શર્માની આ વાત પર સંજુને બિલકુલ ભરોસો નહોતો. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં સંજુએ જણાવ્યું કે, ‘ઈમાનદારીથી કહું તો, તે સમયે મને રોહિત ભાઈની વાત પર વિશ્વાસ નહોતો થયો. સોરી… તે કદાચ પોતાના અનુભવ કે, દિલથી બોલી રહ્યા હતા, પરંતુ તે દિવસે હું એ નહોતો જોઈ શકતો જે આજે જોઈ રહ્યો છું. મારો ચહેરો જોઈને કોઈ પણ કહી શકતું હતું કે હું નિરાશ હતો.’

    ન્યૂઝિલેન્ડ સિરીઝ પછી ટીમમાં સ્થાન ન મળવાનો અફસોસ સંજુ પર હાવી હતો. તેમણે જણાવ્યું કે, કોઈ પણ મોટા આઘાતમાંથી બહાર આવવામાં તેમને ઓછામાં ઓછો એક સપ્તાહ લાગે છે. વર્લ્ડ કપના શરૂઆતના 4-5 દિવસો સુધી તેઓ માનસિક રીતે ખૂબ સંઘર્ષ કરી રહ્યા હતા. જોકે, આ નિષ્ફળતાએ તેમને પોતાની અંદર જોવાની તક આપી હતી.ટી-20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વર્ચ્યુઅલ ક્વાર્ટર ફાઈનલ મેચમાં સંજુ સેમસને ટીમ માટે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું. સામાન્ય રીતે પાવરપ્લે પછી આક્રમક બેટિંગ કરનારા સંજુએ તે દિવસે મેચની સ્થિતિ સમજી. બીજી તરફથી સતત પડતી વિકેટોને જોઈને તેમણે પોતાની રણનીતિ બદલી. સંજુએ જણાવ્યું કે, ક્રિકેટ જ તમારો સૌથી મોટો શિક્ષક છે. 50 બોલમાં અણનમ 97 રનની ધમાકેદાર ઇનિંગ્સ પછી સંજુએ કહ્યું કે, ‘હું ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છું. તે પળ મારા છેલ્લા શ્વાસ સુધી મારી સાથે રહેશે.’

    Rohit Sharma Sanju Samson
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026
    ખેલ જગત

    મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો

    July 22, 2026
    ખેલ જગત

    PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય

    July 22, 2026
    ખેલ જગત

    India-Bangladesh ક્રિકેટ સંબંધો સુધારવા `Sports Diplomacy

    July 22, 2026
    ખેલ જગત

    Afghanistan ક્રિકેટમાં મોટો ફેરફાર : હશમતુલ્લાહ શાહિદીએ વનડે કેપ્ટનશીપ છોડી

    July 22, 2026
    ખેલ જગત

    Rohit Sharma`ધ હન્ડ્રેડ’માં MI ની ફ્રેન્ચાઇઝીને સપોર્ટ કરવા પહોંચ્યા, ટીમે મેળવી ભવ્ય જીત

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Categories
    Latest News

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026

    મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો

    July 22, 2026

    PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય

    July 22, 2026

    India-Bangladesh ક્રિકેટ સંબંધો સુધારવા `Sports Diplomacy

    July 22, 2026

    Afghanistan ક્રિકેટમાં મોટો ફેરફાર : હશમતુલ્લાહ શાહિદીએ વનડે કેપ્ટનશીપ છોડી

    July 22, 2026

    Rohit Sharma`ધ હન્ડ્રેડ’માં MI ની ફ્રેન્ચાઇઝીને સપોર્ટ કરવા પહોંચ્યા, ટીમે મેળવી ભવ્ય જીત

    July 22, 2026
    Search
    Main News

    ભારે હંગામા બાદ Lok Sabha and Rajya Sabhaની કાર્યવાહી સ્થગિત

    July 21, 2026

    વિદ્યાર્થિનીઓને અપાશે મફત સ્કૂટી: યુપી કેબિનેટે આપી મંજૂરી

    July 21, 2026

    South Gujarat સહિત અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા

    July 21, 2026

    Biharમાં મોડેલ સ્કૂલોના કેસરી રંગ, માતા સરસ્વતીનો રંગ પણ કેસરી છે: શિક્ષણ મંત્રી

    July 21, 2026

    Dilip Ghoshએ Mamata Banerjee પર શહીદો અને તેમના પરિવારો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો

    July 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026

    મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો

    July 22, 2026

    PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.