Jamnagarતા. 01
જામનગર જિલ્લા ક્રાઇમ કોન્ફરન્સ અનુસંધાને આપેલા માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા “સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ” નું તા.૩૦/૦૬/૨૦૨૫ ના રોજ મહીલા અને બાળ વિકાસની કચેરી જામનગર દ્વારા સ્વામિનારાયણ નગર, વિવેકાનંદ ટ્રસ્ટ માં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન પો.ઈન્સ. આઇ.એ.ઘાસુરા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ સેમીનારમા ૮૦ જેટલી મહીલાઓ તથા ૧૦ જેટલા અધિકારીઓને વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ મેઇલ, ફેક શોપીંગ વેબસાઇટ, ક્યુઆર કોડ સ્કેમ વિગેરે બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિગતવારની સમજ આપવામાં આવી.હતી. તેમજ તેનાથી બચવાના ઉપાયો અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સાયબર ક્રાઈમ અવેરનેસ પત્રિકાઓ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર દરમિયાન વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા વેબસાઇટ્સ ના સિક્યુરિટી સેટિંગ અને માહિતી , સોશિયલ એન્જિનિયરિંગ વિશે જાણકારી ઉપરાંત સાયબર હેલ્પલાઇન વિશે પણ વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર તેમજ વોટ્સએપ ચેનલ પેજ પર નવી માહિતી શેર કરીને, લોકોને સતત સાયબર ફ્રોડ ની નવિન ઘટના ઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું પ્રેજન્ટેશન પો.સબ ઇન્સ એચ.કે.ઝાલા તથા પો . કોન્સ.જોશનાબેન રાઠોડ તથા ચિરાગભાઇ બસીયા દ્વારા કરવામાં આવ્યું હતું.